ઝી બ્યુરો/ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ગ્રીન-ક્લીન એન્વાયરમેન્ટ અને ગ્રીન મોબિલિટીને વધુ વ્યાપક બનાવવા PPP મોડલથી CNG સ્ટેશન વિકસાવવાનો નવતર અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રીએ આ હેતુસર રાજ્યમાં ફુલ ડીલર ઓન્ડ ડીલર ઓપરેટેડ- FDODO CNG સ્કીમને મંજૂરી આપી છે. આ યોજનાનો અમલ ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાતિલ ઠંડી નહીં, ગાજવીજ સાથે ગુજરાતમાં પડશે વરસાદ, અમદાવાદ સહિત આ વિસ્તારો માટે ખતરો


એટલું જ નહીં, યોજના માટે પારદર્શક સિલેક્શન પ્રોસેસના આધારે પસંદગી કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અને ઉર્જામંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં તાજેતરમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.


ખાખી વર્દીને બદનામ કરતી અમદાવાદ પોલીસ! 3 પોલીસ કર્મી સહીત 7 TRB જવાનો સસ્પેન્ડ


વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના દિશાદર્શનમાં ગ્રીન ગ્રોથ અન્વયે ગેસ આધારિત ઇકોનોમીને વેગ આપવાની વિવિધ પહેલ રાજ્ય સરકારે કરી છે. દેશમાં એકમાત્ર ગુજરાતમાં જ સમગ્ર રાજ્યમાં ગેસ ગ્રીડ નેટવર્ક ફેલાયેલું છે તથા બહુધા જિલ્લાઓ આ ગેસ નેટવર્કથી જોડાયેલા છે. આ ઉપરાંત ગુજરાત ૧૦૦૨ જેટલા CNG સ્ટેશન સાથે દેશમાં અગ્રેસર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં CNG સ્ટેશન્‍સનો વ્યાપ વધારવા અને CNG વાહન ધારકોને સરળતાએ CNG બળતણ ઉપલબ્ધ થાય તેવા આશાયે આ ફુલ ડીલર ઓન્‍ડ ઓપરેટેડ સ્કીમ PPP મોડેલ પર રાજ્યમાં શરૂ કરવાની અનુમતિ આપી છે.


શક્તિપીઠ અંબાજીમાં ફરી દાનની સરવાણી વહી! એક માઈભક્તે આપ્યું 1 કિલો સોનાનું દાન


આ યોજના અન્વયે CNG સ્ટેશન ઊભું કરવા માટે જમીનને લગતી મંજૂરી લેવાની તથા દસ્તાવેજ કરાવવાની સંપૂર્ણ જવાબદારી ડીલરની રહેશે. CNG સ્ટેશનમાં ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડના સ્પેસિફિકેશન અનુસાર સ્ટેશન સેટઅપ ,બાંધકામ થતા મિકેનિકલ કે ઇલેક્ટ્રિકલ કામ પણ ડીલરે જ કરાવવાનું રહેશે.


વિદ્યા સહાયકોનું આંદોલન ગાંધીનગર પહોંચ્યું : પોલીસે ટીંગાટોળી કરી, ઉમેદવારોની અટકાયત


એટલું જ નહીં, CNG ઇક્વિપમેન્ટ માટે જરૂરી કોમ્પ્રેસર, કાસકેડ, CNG ડિસ્પેન્‍સર, ટ્યુબિંગ્સ, વગેરે ખરીદીને તેને ફીટ કરવાનું તેમજ ચાલુ કરવાનું પણ ડીલરના શિરે રહેશે. ગુજરાત ગેસ અને સાબરમતી ગેસ અંદાજે ૩૦૫૦ કિલોમીટરના સ્ટીલ નેટવર્કથી ડીલરના ઓનલાઈન સ્ટેશને ગેસ પહોંચાડશે. જ્યાં આવો ઓનલાઇન ગેસ પહોંચી શકે નહીં તેવા ડોટર બુસ્ટર CNG સ્ટેશનને ડીલરના લાઈટ, મીડીયમ અને હેવી કોમર્શિયલ વ્હીકલને અંડર ગ્રાઉન્ડ પાઇપલાઇન કે બુસ્ટર કોમ્પ્રેસર વિના CNG પૂરો પાડવામાં આવશે.