શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: જિલ્લાની સહકારી જીનમાં કપાસ વેચવા આવેલ ખેડૂતોએ સહકારી જીનમાં ભ્રષ્ટાચાર અને સ્થાનિક ખેડૂતોને અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો અને ખરીદી અટકાવી હતી. મહારાષ્ટ્રમાંથી કપાસ લાવી વેચાતો હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો. સહકારી કોટન જીનમાં કપાસ ભરેલી મહારાષ્ટ્રની ગાડી જીનના કંપાઉન્ડમાં ઉભી હોવાને લઇ ખેડૂતોએ હોબાળો કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહાકૌભાંડ: ખેડૂતો સહાયની રાહ જોતા રહ્યા અને પૈસાનું ચુકવણું વચેટીયાઓને થઇ ગયું


સાબરકાંઠા જીલ્લા સહકારી કોટન જીનમાં ટેકાના ભાવે કપાસ ખરીદીનું કામ ચાલી રહ્યું છે, ત્યારે આજે વહેલી સવારથી ખેડૂતો કપાસ વેચવા આવ્યા હતા. ખેડૂતના કપાસની યોગ્યતાનાં હોવાના કારણે કપાસ રીજેક્ટ કરાયો હતો. કપાસ રીજેક્ટ કરતાની સાથે જ ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. ત્યારે એજ સમયે જીનના કંપાઉંડમાં મહારાષ્ટ્રની કપાસ ભરેલી ત્રણ જેટલી ગાડીઓ ઉભી હતી. જેને લઇ ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે, મહારાષ્ટ્રથી કપાસ લાવી હિંમતનગર સહકારી જીનમાં કપાસ વેચાઈ રહ્યો છે. સ્થાનિક ખેડૂતોને અન્યાય થઇ રહ્યો હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો. ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ખેડૂતોએ હોબાળો મચાવી ખરીદી અટકાવી હતી. તાત્કાલિક જીનના મેનેજરે કંપાઉન્ડમાં રહેલ ગાડીઓ જીન બહાર કાઢવી નાખી હતી. હોબાળાની જાણ સ્થાનિક પોલીસને થતા સ્થાનિક પોલીસ પણ જીનમાં આવી માંમલો શાંત પાડ્યો હતો. બાદમાં લગભગ એક કલાક જેટલા સમય બાદ ખેડૂતોની ખરીદી પરત ચાલું કરવામાં આવી હતી.


સુરતનાં ચકચારી સુર્યા મરાઠી કેસમાં આવ્યો વધારે એક ચોંકાવનારો વળાંક


એક તરફ ખેડૂતો ધ્વારા ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ જીનના મેનેજર બચાવ કરતા જણાવી રહ્યા છે કે જીને ખેડૂતો અને વેપારીઓની છે એટલે વેપારીઓની ગાડી જીન કંપાઉન્ડમાં પાર્ક કરવામાં આવેલ હતી. જે ખેડૂતો એ આક્ષેપ કર્યો છે એ તદ્દન સત્યતા વિહોણો છે. જીને ખેડૂતોની સંસ્થા છે અને ખેડૂતોના હિતનાં જ કામો થઇ રહ્યા છે. જે આક્ષેપ થયો છે એ કોઈની ચડામણીના કારણે થઇ હોવાની વાત જીનના મેનેજર કરી રહ્યા છે. જીનના મેનેજરનો દાવો છે કે ગાડી ભરવામાં આવતી હોય અથવા કપાસ ગાડીમાંથી ખાલી કરવામાં આવતો હોય એવું કઈ છે નહિ. એટલે આ તદ્દન ઉપજાવી કાઢેલ વાત હોવાનો દાવો કર્યો છે, પરતું આ બાબતે તપાસ કરવામાં આવે તો જીનમાં ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે કે નહિ એ બહાર આવી શકે એમ છે.


કોટડા સાંગાણી: ભાજપી સરપંચના પુત્રએ મિત્રો સાથે મળીને યુવતીનું અપહરણ કર્યું, અને બાદમાં ગેંગરેપ...


હાલ તો એક તરફ ખેડૂતોનો આક્ષેપ ભ્રષ્ટાચારનો છે અને બીજી તરફ જીનના મેનેજર જીનનો બચાવ કરી રહ્યા છે. એક તરફ કપાસ વેચાણની અંતિમ દિવસો ચાલી રહ્યા છે, ત્યારે ખેડૂતો પોતાનો કપાસ વેચવા ટેકાના કેન્દ્ર પર આવી રહય છે. ત્યારે જીનમાં ખેડૂતોને ભ્રષ્ટાચારની બદબૂ આવતા આજે ખેડૂતોએ જીન સામે હોબાળો મચાવ્યો હતો. જીનના મેનેજર જીનનો બચાવ કરી રહ્યા હતા, પરતું જો આ બાબતે યોગ્ય તપાસ થાય તો સાચી વિગતો બહાર આવી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube