હિમાશું ભટ્ટ, મોરબી: મોરબીના જુદાજુદા સિરામિક યુનિટોમાં ધમધમતા કોલગેસ પ્લાન્ટ બંધ કરી દેવાનો નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે આદેશ કર્યો છે. હાલમાં મોરબીના તમામ સિરામિક એકમોમાં કોલગેસ પ્લાન્ટને બંધ કરી દેવામાં આવ્યા છે અને સિરામિક ટાઈલ્સનું ઉત્પાદના નેચરલ ગેસ થકી કરવામાં આવી રહ્યું છે. જેથી એક જ સપ્તાહમાં મોરબીમાં નેચરલ ગેસની માંગ મોરબીના સિરામિક ઉદ્યોગમાં બમણી થઇ ગઈ છે અને હજુ પણ તેમાં તોતિંગ વધારો થાત તેવી શક્યતા છે. જો કે, ગુજરાત ગેસ કંપની દ્વારા સિરામિક ઉદ્યોગકારોને નેચરલ ગેસની જેટલી જરૂરિયાત હશે તેટલો ગેસ પૂરો પડવાની ખાતરી દેવામાં આવી છે. જેથી મોરબીમાં સિરામિકના કારખાના બંધ નહિ કરવા પડે તે નક્કી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: દારૂના નશામાં ધૂત યુવતીએ સ્કૂટર પર જતા પરિવાર પર કાર ચઢાવવાનો કર્યો પ્રયત્ન


વિશ્વ કક્ષએ સિરામિક ટાઈલ્સના ઉત્પાદનમાં નામ ધરવતા મોરબીમાં કોલગેસ અને નેચરલ ગેસનો ઇંધણ તરીકે ઉપયોગ કરીને ટાઈલ્સ બનાવવામાં આવતી હતી. જો કે, એનજીટીમાં કોર્ટમાં ચાલેલા કેસમાં મોરબીના જુદાજુદા યુનિટ ચાલતા તમામ પ્રકારના કોલગેસ પ્લાન્ટને બંધ કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે. જેથી મોરબીના 500થી વધુ કારખાનાઓમાં ચાલતા કોલગેસ પ્લાન્ટને એક જ જાટકે બંધ કરી દેવામાં આવ્યા છે. જેના લીધે નેચરલ ગેસની ડિમાન્ડમાં એક જ સપ્તાહમાં બમણો બધારો થઇ ગયો છે.


રેશમા પટેલનું ભાજપમાંથી રાજીનામું, હાર્દિક પટેલને સમર્થન આપવાની કરી વાત


માર્ચ મહિનાના પ્રારંભે ગુજરાત ગેસ કંપની દ્વારા મોરબીના સિરામિક ઉદ્યોગમાં દૈનિક ૧૯ લાખ ક્યુબીક મીટર નેચરલ ગેસ સપ્લાઈ કરવામાં આવતો હતો. જો કે, આજની તારીખે તે આંકડો વધીને દૈનિક 38 લાખ ક્યુબીક મીટર નેચરલ ગેસ મોરબીના સિરામિક ઉદ્યોગમાં સપ્લાઈ કરવામાં આવી રહ્યો છે અને આ મહિનાના અંત સુધીમાં મોરબીના નેચરલ ગેસની ડીમાન્ડ 65 લાખ ક્યુબીક મીટર થાય તેવી શક્યતા છે. પ્રદુષણ મુદ્દે એનજીટીમાં કરવામાં આવેલ ફરિયાદને ધ્યાનમાં લઈને કોર્ટે દ્વારા પ્રદુષણ ફેલાવતા કોલગેસી ફાયરને સદંતર બંધ કરવા માટેનો આદેશ કરી દેવામાં આવ્યો છે.


વધુમાં વાંચો: HCમાં હાર્દિકની સજા મોફૂક કરવાની અરજી પર સુનાવણી હાથ ધરાય તેવી શક્યતા


જેના અમલવારી મોરબીના સિરામિક ઉદ્યોગકારો દ્વારા શરુ પણ કરી દેવામાં આવી છે. જો કે, મોરબી 500 જેટલા કારખાનામાં ટાઈલ્સના ઉત્પાદના માટે દૈનિક કોલગેસી ફાયરનો ઉપયોગ કરવામાં આવતો હતો. તેની જગ્યાએ હાલમાં નેચરલ ગેસથી ટાઈલ્સનું ઉત્પાદન શરુ કરવામાં આવ્યું છે. જેથી સિરામિક યુનીટમાં નેચરલ ગેસની ડીમાન્ડ દૈનિક વધી રહી છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. ત્યારે ગુજરાત ગેસ કંપની દ્વારા સિરામિક ઉદ્યોગકારોને તેમની જરૂરિયાત પ્રમાણે નેચરલ ગેસ પૂરતા પ્રમાણમાં પૂરો પાડવામાં આવે તે જરૂરી નહી અનિવાર્ય છે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...