રાજેશ રૂપારેલિયા/દેવભૂમિ દ્વારકા: જિલ્લાના વાડીનાર સ્થિત આવેલ ન્યારા કંપનીમાં અધધ 30 કરોડ કિંમતનાં કોલસા કૌભાંડની ગંધ અધિકારીઓને આવતા પોલિસ ફરિયાદ નોંધાઇ છે. જિલ્લામાં આ 30કરોડની મસ મોટી ચોરીની ચર્ચોએ વેગ પકડ્યો છે. વાડીનાર નજીક માંઢા ગામની સીમમાં આવેલા એસ્સાર કોલ સ્ટોક યાર્ડમાં કોલસાનો સ્ટોક કરીને રાખવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રૂપિયા ૩૦ કરોડ 57 લાખની કિંમતના કોલસાની તા. ૨૬ માર્ચથી તા. ૩૧ માર્ચના સમય દરમ્યાન ઉઠાંતરી થઈ ગયાની એસ્સારના કર્મચારી અનિલકુમાર વિશ્વંભરમ્ એ વાડીનાર મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ જણાવાયા મુજબ એસ્સાર બ્લક ટર્મિનલ સર્વિસ લિ. સલાયા પાસેથી મોટા જથ્થામાં કોલસો ખરીદવામાં આવ્યો હતો. તે જથ્થો સ્ટોક યાર્ડમાં સંગ્રહ કરીને રાખવામાં આવ્યો હતો. તેમાંથી 68381 મેટ્રીક ટન કોલસાનો જથ્થો પાંચ દિવસમાં ઉપડી ગયો છે. જેની અંદાજિત કિંમત રૃા. સાડા ત્રીસ કરોડ થાય છે.


અમદાવાદ: આંગણવાડીમાં ઉપયોગ થતા તેલનાં ડબ્બાનું કૌભાંડ, જનતાએ કરી રેડ 


તાજેતરમાં માર્ચ મહિનામાં મુંબઈથી ઈન્ટરનલ ઓડીટ ચાલતા કરાયેલી સ્ટોક ગણતરીમાં ઉપરોક્ત મોટો તફાવત જણાઈ આવતા પોતાની ફરજ પર અનિલકુમારે તપાસ હાથ ધરતા આ જથ્થો ઉઠાવાઈ ગયો  હોવાની જાણ થઈ હતી. આ બાબતે તેઓએ કંપનીના એમ.ડી.ને રિપોર્ટ કરતા કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. એસ્સાર ઓઈલ કંપનીને રશિયન કંપની નયારાએ લઈ લીધા પછી તેના ક્ષેત્રમાંથી રૂપિયા ૩૦ કરોડની જંગી રકમનો કોલસો ચોરાઇ ગયાની જાણ થતા તેના પ્રત્યાઘાતો રશિયન કંપની સુધી પહોંચ્યા છે.


જામનગરના 20 હજાર જેટલા લોકો પાણી માટે મારી રહ્યા છે વલખા


કંપનીના જવાબદાર અધિકારીઓએ કંપનીની મુલાકાત લીધા પછી દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસપી રોહન આનંદને મળી રજુઆત કર્યા પછી નોંધાયેલી ઉપરોક્ત ફરિયાદની તપાસ માટે પોલીસ અધિકારીઓની જુદી-જુદી ટુકડીઓ બનાવી સઘન તપાસ શરૃ કરવામાં આવી છે. પોલીસે કંપની એરિયામાં લાગેલા સીસીટીવીના ફૂટેજ કબજે કરવા ઉપરાંત ગેઈટ પાસ, આવક-જાવક વાહનના નંબર વગેરેનો કબજે કર્યો છે. 



કરોડોની કિંમતનો કોલસાનો ઉપરોક્ત જથ્થો ચોરી કરીને બહાર કાઢી વેંચી નખાયો કે, જ્યારે સ્ટીમરમાંથી ઉપરોક્ત જથ્થો ઉતર્યો ત્યારે ઓછો આવ્યો છે? તે મુદ્દો પણ પોલીસે તપાસના કેન્દ્રમાં રાખ્યો છે. ત્યારે કેટલાક કર્મચારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયાનું પણ ચર્ચાઈ રહ્યું છે. પોલીસે આ ગુન્હો આઈપીસી 406, 420, 120-બી, 379, 409 હેઠળ નોંધ્યો છે.