ઝી મીડિયા/બ્યૂરો :એક સંયુક્ત ઓપરેશનમાં ગુરુવારે પાકિસ્તાનના 8 નાગરિકો કચ્છના જખૌ બંદર પાસેથી 30 કિલો હેરોઈન સાથે પકડાયા છે. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસએ સંયુક્ત ઓપરેશન પાર પાડીને આ સફળતા મેળવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈન્ડિયન કોસ્ટગાર્ડના અનુસાર, આ ઓપરેશન ગુજરાત એટીએસની સાથે મળીને પાર પાડવામાં આવ્યું છે. ગુરુવારે જખૌ બંદર પાસેથી એક બોટ પકડાઈ હતી. જેમાં 8 પાકિસ્તાની નાગરિકો સવાર હતા અને તેમની પાસેથી 30 કિલો હેરોઈન પકડાયું હતું. આ પાકિસ્તાની બોટ ભારતીય જળક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સમુદ્રી રેખા (IMBL) ની નજીક પકડાઈ હતી. 



કોસ્ટગાર્ડના એક અધિકારીએ જણાવ્યું કે, હાલ બોટ હજી પણ સમુદ્રમાં છે. તેને દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા સંયુક્ત તપાસ માટે કિનારે લાવવામાં આવશે. બોટમાં કોઈ પણ છુપાયેલી વસ્તુઓને યોગ્ય રીતે તપાસવામાં આવશે. 



તો બીજી તરફ, પોરબંદરમાં પાકિસ્તાન મેરી ટાઇમ સિક્યુરીટી એજન્સી દ્વારા ભારતીય બોટનુ અપહરણ કરાયું છે. એક માછીમારી બોટ સાથે 6 માછીમારોને પાકિસ્તાને બંધક બનાવ્યા છે. અપહરણ કરાયેલી બોટ પોરબંદરની હોવાનું સામે આવ્યું છે.