Video : અમદાવાદની ઓનેસ્ટ રેસ્ટોરન્ટમાં ઓર્ડર કરેલા ઢોંસામાંથી નીકળ્યો વંદો
ઓર્ડર કરેલા ફૂડમાંથી જીવાત, વંદા જેવા જીવાતો નીકળીનો સિલસિલો અટકતો નથી. ત્યારે હવે અમદાવાદ (Ahmedabad) ની મણિનગરની ઓનેસ્ટ રેસ્ટોરન્ટ (Honest Restaurant) નો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક ગ્રાહકે મંગાવેલી વાનગીમાંથી વંદો નીકળ્યો હતો. એક ગ્રાહક દંપતીએ ફૂડનો વીડિયો બનાવી એએમસી (AMC) ને જાણ કરી હતી. ત્યારે હેલ્થ (Health) વિભાગે રેસ્ટોરન્ટ સામે ક્લોઝર નોટિસની કાર્યવાહી કરી છે. આરોગ્ય વિભાગે હોટલની સીલ મારી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ સુરતની એક દુકાનમાંથી ખરીદાયેલા વડાપાંઉમાંથી જીવાત નીકળી હતી, જેનો વીડિયો એક જાગૃત ગ્રાહકે વાયરલ (Viral Video) કર્યો હતો.
અમદાવાદ :ઓર્ડર કરેલા ફૂડમાંથી જીવાત, વંદા જેવા જીવાતો નીકળીનો સિલસિલો અટકતો નથી. ત્યારે હવે અમદાવાદ (Ahmedabad) ની મણિનગરની ઓનેસ્ટ રેસ્ટોરન્ટ (Honest Restaurant) નો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક ગ્રાહકે મંગાવેલી વાનગીમાંથી વંદો નીકળ્યો હતો. એક ગ્રાહક દંપતીએ ફૂડનો વીડિયો બનાવી એએમસી (AMC) ને જાણ કરી હતી. ત્યારે હેલ્થ (Health) વિભાગે રેસ્ટોરન્ટ સામે ક્લોઝર નોટિસની કાર્યવાહી કરી છે. આરોગ્ય વિભાગે હોટલની સીલ મારી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ સુરતની એક દુકાનમાંથી ખરીદાયેલા વડાપાંઉમાંથી જીવાત નીકળી હતી, જેનો વીડિયો એક જાગૃત ગ્રાહકે વાયરલ (Viral Video) કર્યો હતો.
રીક્ષાચાલક એસોસિયેશનને કહ્યું, અમારી માંગ સરકાર નહિ માને તો રાજ્યભરના રીક્ષાચાલકો હડતાળ કરશે
પ્રાપ્ત માહિતી અનુસાર, મણિનગર વિસ્તારમાં ઓનેસ્ટ રેસ્ટોરન્ટ આવેલી છે. એક કપલ આ રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયું હતું. તેમણે સૌથી પહેલા ઢોંસાનો ઓર્ડર આપ્યો હતો. ઢોંસાનો એક પીસ જેમ તેઓ ખાવા ગયા તો તેમનું ધ્યાન ચમચી પર પડ્યું, જેમાં નાનો વંદો પડ્યો હતો. ત્યારે આ કપલે રેસ્ટોરન્ટના મેનેજરને હેલ્થ તથા રેસ્ટોરન્ટની સાફસફાઈ મામલે ઠપકો આપ્યો હતો.
જેના બાદ કપલે વંદા સાથેની ડિશનો વીડિયો બનાવ્યો હતો. એટલું જ નહિ, તેઓએ તાત્કાલિક આરોગ્ય વિભાગને આ અંગેની માહિતી આપી હતી. જેના બાદ આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :