તૃષાર પટેલ/વડોદરા :વડોદરા શહેરની પ્રખ્યાત ખાનગી હોસ્પિટલમાં દર્દીને અપાયેલ ભોજનમાંથી વંદો નીકળતા હોબાળો થયો હતો. ભોજનમાં નીકળેલા વંદાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના વાસણા-ભાયલી રોડ પર રહેતા મનીષાબેન ઈખનકર નામની મહિલાને સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ હતી. આ મહિલા હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને પેરાલિસીસની બીમારીથી પિડાતી હતી. ત્યારે મનીષાબેનની દીકરી તેમના માટે ઘરથી ખીચડી બનાવીને લાવી હતી, પણ હોસ્પિટલના સંચાલકોએ તેમને ઘરનુ ભોજન આપવાની ના પાડી હતી. આમ, મહિલાને 9 જૂનના રોજ જે ભાણુ પિરસાયુ હતું, તેમાં દાળમાં મરેલો વંદો પડ્યો હતો. 


ગુજરાતમાં વાવાઝોડું ટકરાવાને હવે થોડા કલાકો બાકી, વેરાવળથી 740 કિમી દૂર



સારવાર હેઠળ દાખલ થયેલ દર્દીઓને હોસ્પિટલમાંથી જ ભોજન આપવાની વ્યવસ્થા હોય છે. ત્યારે મહિલા દર્દીને પીરસાયેલ ભોજનની દાળમાંથી મરેલો વંદો નીકળ્યો હતો. ત્યારે મહિલા દર્દીના પુત્રએ હોસ્પિટલ મેનેજમેન્ટને ફરિયાદ કરી હતી. ત્યારે મેનેજમેન્ટ તરફથી તેને કોઈ પ્રત્યુત્તર મળ્યો હતો. તેમ છતા હોસ્પિટલના તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા. ત્યારે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. 


માત્ર લાડુ વેચીને આ મંદિરે એક મહિનામાં કમાવ્યા 1.11 કરોડ રૂપિયા


આ વિશે મહિલા દર્દીએ વીડિયોમાં કહ્યું કે, મારી દીકરી ઘરમાંથી ચોખ્ખી ખીચડી લાવી હતી, તો તે મને ખાવા ન દીધી. મને ઘરનુ જમવાનુ ના પાડી દીધી. હોસ્પિટલનું જમવાનુ ચોખ્ખુ અને સારુ હોવાનું તેઓએ કહ્યું હતું, પણ હવે આ ખાવામાં વંદો નીકળ્યો છે. અમે ડબલ છેતરાયા છીએ. અમે તો તબીબોના વિશ્વાસ પર આવ્યા છીએ.