છીં...છીં...છીં...!!! આ VIDEO જોઈ કોફી કલ્ચર કાફેમાં જવાનું છોડી દેશો, હવે નીકળી એવી વસ્તું કે....
જો તમે બહારના ખાવાના શોખીન હોય તો ચેતી જજો. રાજ્યમાં એક બાદ એક મોંઘી દાટ રેસ્ટોરન્ટ અને હોટલોના ખાવાના નીકળી રહ્યા છે જીવાત. ત્યારે વલસાડના અબ્રામા ખાતે આવેલ હોટલમાં ગ્રાહક દ્રારા મંગાવવામાં આવેલ સિઝલરમાં વંદો નીકળ્યો હતો.
ઉમેશ પટેલ/વલસાડ: વલસાડ ખાતે આવેલ કોફી કલચર રેસ્ટોરન્ટમાં સિઝલરમાંથી વંદો નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો. ઘટનાની જાણ ફૂડ વિભાગને થતા ફૂડ વિભાગ દ્રારા કોફી કલચરને 15 દિવસની ક્લોઝર નોટિસ અપાઈ છે.
જો તમે બહારના ખાવાના શોખીન હોય તો ચેતી જજો. રાજ્યમાં એક બાદ એક મોંઘી દાટ રેસ્ટોરન્ટ અને હોટલોના ખાવાના નીકળી રહ્યા છે જીવાત. ત્યારે વલસાડના અબ્રામા ખાતે આવેલ હોટલમાં ગ્રાહક દ્રારા મંગાવવામાં આવેલ સિઝલરમાં વંદો નીકળ્યો હતો. સિઝલરમાં વંદો નીકળતા ગ્રાહક દ્રારા હોબાળો મચાવી ફૂડ વિભાગને જાણ કરવામાં આવતા ફૂડ વિભાગ તાત્કાલિક ઘટના સ્થળ પર પોહચી તપાસ હાથ ધરી હતી.
ફૂડ વિભાગની તપાસમાં હોટલના કિચનમાં ગંદકીના સામે આવી હતી. જેને લઈ ફૂડ વિભાગ દ્રારા ગ્રાહકનો આરોગ્ય સાથે ચેડાં કરતી કોફી કલચર કેફે સામે કાર્યવાહી હાથ ધરી હતી. ફૂડ વિભાગ દ્રારા કોફી કલચર હોટલને નોટિસ આપી કાર્યવાહી હાથ ધરી હતી.
ફૂડ વિભાગ દ્રારા કોફી કલચર કેફેને 15 દિવસની ક્લોઝર નોટીસ તથા દંડ અપાયો. ત્યારે રાજ્યમાં એક બાદ એક મોંઘી દાર હોટલો ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરવાનું ક્યારે બંધ કરશે અને ગ્રાહકોના ખાવામાંથી જીવાત નીકળવાનું ક્યારે અટકશે એ જોવું રહ્યું.