શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા :સાબરકાંઠા જિલ્લાની ઐતિહાસિક ધરોહર અને ગુજરાતની શાન એવા અજય ઈડરીયા ગઢનું અનેરુ મહત્વ છે. તો ગરમીમાં પણ ઈડરીયો ગઢ ગુજરાતમાં સૌથી વધુ આગ ઓકતો ગણવામાં આવે છે. કાળ પત્થરોને કારણે ઈડરમાં ગરમીનો પારો ઉંચે જાય છે. પરંતુ ગઢ પર એક એવી પણ જગ્યા છે કે જ્યા શીતળતાનો અનુભવ થાય છે અને કુલર જેવુ ઠંડુ પાણી પણ મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમુદ્ર સપાટીથી 195 મીટર એટલે 639 ફુટની ઉંચાઈએ આવેલ ઈડર ગઢ અનેક પ્રાચીન સ્થાપત્યોને જાળવીને બેઠો છે. ગઢ પર ચઢાણ કરતા જ આવેલ ઝરણેશ્વર મહાદેવમાં ધમધોખતા ઉનાળામાં પણ શીતળ જળનો કુદરતી અભિષેક થતો હોય છે. વિશાળ પથ્થરની નીચે ગુફામાં ઉતરતા જ શિવલિંગના દર્શન થાય છે.



અહિ આવતુ પાણી પણ એટલું શુદ્ધ છે કે તે પીવાથી રોગ પણ દુર થાય છે. આમ તો ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ આગ ઓકતુ શહેર ઈડર હોય છે. અહીં એટલી ગરમી પડે છે કે દિવસે કરફ્યૂ જેવો માહોલ રહેતો હોય છે. ત્યારે આ જ ઈડર ગઢ પર મહાદેવનુ મંદિર જ એક એવુ સ્થાન છે કે જ્યાં એસી કરતા પણ વધુ ઠંડક અને શિીળતાનો અનુભવ થાય છે. તો કુલર જેવુ જ ઠંડુ અને મિનરલ વોટર જેવુ શુદ્ધ પાણી વર્ષોથી અહીં કુદરતી રીતે ઝરણા સ્વરૂપે વહ્યા કરે છે. 



ઈડરના સ્થાનિક પીન્ટુભાઈ રાણા કહે છે કે, ભૂતકાળમાં ઈડરમાં ગરમીનો પારો 48 ડીગ્રીને પાર કરી ચુક્યો છે, તો હાલ 42 થી 43 ડિગ્રી ગરમી પહોંચી ગઈ છે, ત્યારે ગરમીમાં પણ ગઢ પર ઠંડક અનુભવાય છે. ઝરણેશ્વર મહાદેવનું મંદિર એક એવી જગ્યા છે જ્યાં આવીને હિમાલય જેવો અહેસાસ થાય છે. મંદિરની ગુફામાં ઉતરતા જ જાણે કે ઠંડકનો અહેસાસ થાય છે.



તો અહીં વહેતા પાણીની વાત કરીએ તો આ પાણીમાં 150 ટીડીએસ હોય છે અને અન્ય જગ્યાએ 600 થી 700 ટીડીએસ હોય છે. એટલે આ પાણી ઔષધી સમુ લોકો માને છે. શરીરના રોગ માટે આ પાણી ગુણકારી હોય છે, જેથી લોકો અહિ પાણી પીવા માટે આવે છે. તો આસપાસના લોકો પણ અ થી પાણી ભરીને લઈ જાય છે. તો ભક્તો દર્શન સાથે શીતળતાનો આનંદ મેળવવામાં માટે અહીં આવે છે. ગઢ પર આવેલ આ મંદિર આ શહેરની સૌથી ઠંડી જગ્યા છે. જેનાથી લોકો પણ અચરજમાં મુકાય છે તેવુ સ્થાનિક યોગેશ સથવારાએ જણાવ્યું. 



હજારો વર્ષથી અનેક ઘટનાઓની સાક્ષી બનેલા આ ગઢનો ગૌરવપદ ઈતિહાસ પણ છે. અહિ પ્રાચીન વારસો પણ છે, તો ગરમ શહેર પણ માનવામાં આવે છે. ત્યારે ઝરણેશ્વર મહાદેવની ગુફા આગ ઓકતી ગરમીમાં પણ ઠંડક આપી રહ્યું છે.