અમદાવાદ : આગામી બે દિવસમાં ઠંડી વધે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો આવે તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે. જેથી ઠંડીનું નબળુ પડેલું જોર ફરી એકવાર ગુજરાતમાં વધે તેવી શક્યતાઓ જોવવામાં આવી રહી છે. ગુજરાતીઓ ફરી એકવાર ઠંડીને કારણે થથરી ઉઠશે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ હવામાન વિભાગ દ્વારા કમોસમી માવઠાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ સદ્ભાગ્યે આ માવઠુ પડ્યું નહોતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Christmas વેકેશનમાં સૌરાષ્ટ્ર બન્યું હોટ ફેવરિટ, તમામ સ્થળો પ્રવાસીઓથી ઉભરાયા
જો કે હવે ઠંડી વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હાલ ઠંડી પ્રમાણમાં ખુબ જ ઓછી છે. બપોરે ગરમીનો અહેસાસ થાય છે જ્યારે રાત્રે સામાન્ય ઠંડીનો અનુભવ થાય છે. જેના કારણે લોકો ડબલ સિઝનનો અનુભવ કરી રહ્યા છે. જેના કારણે ન માસ્ત સિઝનલ પરંતુ સ્વાઇન ફ્લૂ જેવા રોગે પણ માથુ ઉચક્યું છે. અમાદાવાદમાં 2 કેસ પોઝીટીવ આવ્યા છે. તેવામાં ઠંડી વધવી એક પ્રકારે આશિર્વાદ રૂપ સાબિત થઇ શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube