ખુલ્લામાં પાણી મૂકતા બરફ બન્યો, હાડ થીજાવી દે તેવી ઠંડીનું મોજુ ગુજરાતમાં પથરાયું
માગશર મહિનાના પ્રારંભ સાથે જ ગુજરાતભરમાં ઠંડીનુ મોજુ ફરી વળ્યું છે. ઉત્તર ભારતના રાજ્યોમાં હિમ વર્ષાને કારણે ગુજરાત તરફ ઠંડા પવનો આવી રહ્યા છે. જેને કારણે હવે ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યું છે. છેલ્લાં બે દિવસથી ગુજરાતમાં ઠંડીનો પારો વધ્યો છે.
ગુજરાત : માગશર મહિનાના પ્રારંભ સાથે જ ગુજરાતભરમાં ઠંડીનુ મોજુ ફરી વળ્યું છે. ઉત્તર ભારતના રાજ્યોમાં હિમ વર્ષાને કારણે ગુજરાત તરફ ઠંડા પવનો આવી રહ્યા છે. જેને કારણે હવે ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યું છે. છેલ્લાં બે દિવસથી ગુજરાતમાં ઠંડીનો પારો વધ્યો છે.
રાજ્યના અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રીથી નીચે જતા લોકોને ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી સમયમાં હાડ થીજાવતી ઠંડી પડશે તેવું હવામાન ખાતાનું હેવું છે. વિભાગે તાપમાન 11 ડિગ્રી સુધી જાય તેવી આગાહી કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર, હાલમા જ એક વેસ્ટર્ન ડિસ્ટરબન્સ હિમાલય અને કાશ્મીરને અસર પહોંચાડી રહ્યું છે અને બીજી સિસ્ટમ એપ્રોચ કરી રહી છે. આ સંજોગોમાં ઉત્તરમાં પવનનો જોર વધશે. ત્યારે ગુજરામાં પણ ઠંડી આગામી પાંચ દિવસમાં તેને કહેર બતાવે તેવી પૂરેપૂરી શક્યતા છે.
ગાંધીનગર - 11.4 ડિગ્રી
ડીસા - 12.4 ડિગ્રી
નવસારી - 11 ડિગ્રી
રાજકોટ - 13.3 ડિગ્રી
જામનગર - 12.4 ડિગ્રી
નલિયા - 13 ડિગ્રી
જુનાગઢ - 14 ડિગ્રી
માઉન્ટ આબુ ઠંડુગાર બન્યું
બનાસકાંઠાને અડીને આવેલું રાજસ્થાનનું હિલસ્ટેશન માઉન્ટ આબુ પણ હવે ઠંડુગાર બની ગયું છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે માઉન્ટ આબુનું લઘુતમ તાપમાન 2.4 ડિગ્રી પહોંચી ગયું છે. માઉન્ટમાં બે દિવસમાં તાપમાન 6 ડિગ્રી ઘટ્યું છે. તો ઠંડી વધતા માઉન્ટ આબુમાં આવતા સહેલાણીઓ ઠૂંઠવાયા છે. કેટલાક વિસ્તારોમાં બરફની પરત જામી હોવાનુ પણ દેખાઈ આવે છે.
સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવ
ઉત્તર ભારતના રાજ્યોમાં હિમવર્ષાને પગલે સૌરાષ્ટ્ર કચ્છમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા બે દિવસથી રાજકોટમાં તાપમાનનો પારો 13 ડિગ્રીની આસપાસ જોવા મળ્યો છે. રાજકોટમાં લોકો સતત ઠંડા પવનોનો સામનો કરી રહ્યાં છે.