હવામાન વિભાગની આગાહી : આ દિવસથી ગુજરાતમાં વધશે કાતિલ ઠંડી
Coldwave Alert : રાજ્યમાં બેવડી ઋતુની રહેશે અસર,,, રાત્રે લઘુતમ તાપમાન 20થી 22 ડિગ્રી આસપાસ રહેશે,,, આવતા સપ્તાહથી ઠંડીનું જોર વધશે,,, જોકે ખરી ઠંડી ડિસેમ્બરમાં પડશે,,, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Weather Forecast : ગુજરાતમાં ધીમા પગલે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. દિવસે ગરમી અને રાતે ઠંડી અનુભવાઈ રહી છે. રાજ્યમાં બેવડી ઋતુની અસર અનુભવાઈ રહી છે. ત્યારે રાજ્યના હવામાન વિભાગે અનુમાન કર્યુ કે, રાત્રે લઘુતમ તાપમાન 20 થી 22 ડિગ્રી આસપાસ રહેશે. ગત રોજ અમદાવાદનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાયું છે. આવતા સપ્તાહથી ઠંડીનું જોર વધશે. જોકે ખરી ઠંડી તો ડિસેમ્બર મહિનામાં પડશે. ઉત્તર ભારતીય પ્રદેશમાં હિમ વર્ષા બાદ ગુજરાતમાં ખરી ઠંડીનો અહેસાસ થવા લાગશે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, હાલ ગુજરાતમાં બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. આ ટ્રન્ઝીટ પીરિયડ છે. આ ટ્રાન્ઝિસ્ટ મહિનો હોવાથી હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. પરંતું જલ્દી જ વાતાવરણમાં ઠંડીનો અહેસાસ થવા લાગશે. ગુજરાતમાં હજુ 15 દિવસ મિશ્ર ઋતુ જોવા મળશે. પરંતુ શિયાળો હવે મોડો આવશે. શિયાળાના આગમનને હજી પંદર દિવસ રાહ જોવી પડશે.
આજે તો તારી લાશ પાડી દઈશ : વડોદરામા ભાજપી નેતાના ઘરકંકાસનો વિવાદ પોલીસ પાસે પહોંચ્યો
હવામાન વિભાગના એક્સપર્ટસના અનુસાર, હજુ 15 દિવસ શિયાળાની રાહ જોવી પડશે. હજુ પંદર દિવસ મિશ્ર વાતાવરણ બની રહેશે. બપોરનાસમયે ગરમી જ્યારે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થશે. આવા સમયે વાદળો પણ છવાશે. હાલ માવઠાની કોઈ શક્યતા દેખાતી નથી.
આવામાં હવામાન વિભાગના એક્સપર્ટસ ખેડૂતોને સલાહ આપી રહ્યાં છે કે, સામાન્ય રીતે કેટલાક વિસ્તારોમાં શિયાળુ પાકનું વહેલુ વાવેતર કરવામાં આવતુ હોય છે. જે ન કરવું જોઈે. યોગ્ય ઋતુ બેસે તે બાદ જ વાવેતર કરવુ યોગ્ય રહેશે. જેથી પાકનો ઉગાવો સારો આવે. આવુ કરવાથી પાકને નુકસાન પણ થતુ નથી.
બ્રેકિંગ ન્યૂઝ : ગુજરાત સરકાર આ કર્મચારીઓને આપશે દિવાળી બોનસ, જાણો શું કરી જાહેરાત
બ્રેકિંગ ન્યૂઝ : ગુજરાત સરકાર આ કર્મચારીઓને આપશે દિવાળી બોનસ, જાણો શું કરી જાહેરાત