Gujarat Weather 2023 : દેશમાં શીતલહેર જામી છે. ઉત્તરના મેદાની વિસ્તારમાં તો કોલ્ડવેવ છવાયો છે. આ વખતની ઠંડીએ તો ભારતભરમાં વિશેષત: ઉત્તર ભારતમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. શ્રીનગરમાં માઇનસ ૨.૭ ડિગ્રી સેલ્સીયસ, પહેલગામમાં માઇનસ ૧૧.૮ અને ગુલમર્ગમાં માઈનસ ૧૧.૫ ડિગ્રી સેલ્સીયસ,  ઉષ્ણતામાન રહ્યું છે. કારગીલમાં પારો શૂન્યથી નીચે ૨૦.૯ ડિગ્રી જેટલો નીચે ઉતરી ગયો હતો લેહ તેથી થોડુ ઓછું ઠંડુ રહ્યું ત્યાં -૧૫.૬ં સેલ્સીયસ ઉષ્ણતામાન નોંધાયું છે. જો કે સમગ્ર જમ્મુ-કાશ્મીર હાડ-ગાળતી ઠંડીમાં સપડાઈ ગયું છે. જમ્મુમાં ઉષ્ણતામાન ૩.૧ ડીગ્રી કતરા ૩.૬ ડીગ્રી અને બતોતે માઇનસ ૨ ડીગ્રી, બતહાલ -૧.૫, ભદેરવાહ -૨.૬ ડિગ્રી ઉષ્ણતામાને ધુ્રજી રહ્યાં છે. આમ સમગ્ર જમ્મુ અને કાશ્મીર અત્યારે તો કડકડતી ઠંડીના પંજામાં પકડાઈ ગયું છે. દેશભરમાં ઠંડી ઘટવાની આગાહીઓ વચ્ચે હાલમાં પડી રહેલી ઠંડી અનેકનો ભોગ લઈ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી સમયમાં રાજ્યમાં ઠંડીથી લોકોને રાહત મળશે. આગામી દિવસોમાં ઠંડીથી રાહત મળવાની હવામાન વિભાગે આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આજે અમદાવાદનું તાપમાન 9.7 ડિગ્રી નોંધાયું છે. આ સાથે જ આગામી સમયમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થશે. પશ્ચિમી વિક્ષોભને કારણે તાપમાનમાં ફરી વધારો આવશે. આજે એક દિવસ માટે કચ્છમાં કોલ્ડ વેવની અસર રહેશે.


હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ઉત્તર ભારતમાં હિમ વર્ષાને પગલે ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. નલિયા 2 ડિગ્રી સાથે ઠંડુંગાર રહ્યુ હતું. 3 દિવસ નલિયામાં ચારથી સાત ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાન રહેવાની શક્યતા છે. તો 12 શહેરોમાં પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો. ગાંધીનગરમાં પણ કાતિલ ઠંડી પડતા 5.3 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.


આ પણ વાંચો : 


હાય રે ઠંડી તો કેવી કાતિલ નીકળી, બાળકીનો ભોગ લીધો, ચાલુ ક્લાસમાં આવ્યો હાર્ટ એટેક


વાલીઓ સાચવજો! સ્કૂલમાં ઠંડી બાળકીનું મોત, સ્કૂલના પાતળા સ્વેટરથી બાળકો વધુ ઠુઠવાયા


અંબાલાલ પટેલે કહ્યું; ગુજરાતમાં વરસાદની શક્યતા છે...
રાજ્યના અલગ અલગ ભાગોમાં તા 17, 18 અને 19માં હવામાનમા પલટો આવવાની શક્યતા છે. તારીખ 20થી 25માં ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના વિસ્તારો, અમદાવાદ, ગાંધીનગર અને સૌરાષ્ટ્રમાં વાદળો આવવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ઉ ગુજરાત, દ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે.


અંબાલાલ પટેલની આગાહી
હવે ઠંડીમાંથી ધીરે ધીરે રાહત મળતી જણાશે. આગામી 18-20  તારીખમાં ઠંડીમાં ઘટાડો થશે. પરંતુ ઉત્તરીય પર્વતીય ભાગોમાં હિમ વર્ષા થશે. જાન્યુઆરી માસના આખરી સપ્તાહમાં ફરીથી વાદળો ઘેરાય. 19 તારીખે ઠંડા પવનો ફુંકાય. મધ્ય ગુજરાતના ભાગોમાં મહાતમ તાપમાન 29 થી 31 ડીગ્રી સુધી જશે. રાજ્યના દરિયા કિનારાના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાકમાં ભાગોમાં મહત્તમ 25 ડીગ્રી તાપમાન રેહશે. 20 મી ફેબ્રુઆરીથી તાપમાન વધશે. રાત્રીના ભાગોમાં અનેક વિસ્તારોમાં ઠંડીનો એહસાસ થાય. પરંતુ ફેબ્રુઆરી મહિનામાં હવામાન કથળે તેવા અણસાર છે.


આ પણ વાંચો : ગુજરાતના આ હાઈવે પર હવે દંડ ભરવા તૈયાર રહેજો, નિયમ તોડવા પર સીધો મેમો આવશે