ગુજરાત : સમગ્ર ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનું જોર યથાવત છે. રાજ્યમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવે છે. ત્યારે આગામી ચાર દિવસ સુધી ઠંડા પવનો ફૂંકાશે. 6.8 ડિગ્રી તાપમાન સાથે ગાંધીનગર સૌથી ઠંડુગાર બન્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌથી લઘુત્તમ પાટનગર ગાંધીનગરમાં 6.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો બીજી બાજુ અમદાવાદમાં 9.8 ડિગ્રી તાપમાન, વડોદરામાં 9.2 ડિગ્રી તાપમાન, સુરતમાં 13.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન અને રાજકોટમાં 10.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. વાત કરીએ સૌરાષ્ટ્રની તો અમરેલીમાં 7.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. તો ભાવનગરમાં 10.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 10.5 ડિગ્રી, દીવમાં 8.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી દિવસોમાં ઠંડીનું જોર વધે તેવી શકયતા છે.


છેલ્લાં 3 દિવસથી તાપમાનમાં ઘટાડો થતા ગુજરાત સહિત બનાસકાંઠામાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યું છે. જેમાં આજે ડીસામાં 8 સેલ્સિયસ, તો પાલનપુરમાં 10 સેલસીયસ તાપમાન નોંધાયું છે. અચાનક આવેલી ઠંડીના કારણે લોકો પરેશાની ભોગવી રહ્યા છે. ઠંડીથી બચવા લોકો તાપણા અને ગરમ કાપડાઓનો ઉપયોગ કરી રહ્યા છે, તો કેટલાક લોકો વ્યાયામ અને કસરત કરી રહ્યા છે. અનેક લોકો ઠંડીથી બચવા અનેક પ્રકારના જ્યુસ પીને ઠંડી ઉડાડી રહ્યા છે. હવામાન ખાતાની આગાહી મુજબ, હજુ વધારે ઠંડી પડે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.