ગૌરવ પટેલ/અમદાવાદ : ઉત્તર ભારતના ઠંડા પવનો ગુજરાત પર બરફવર્ષાની જેમ વરસી રહ્યા છે. જેને કારણે પહેલીવાર જાન્યુઆરી મહિનામાં તાપમાન આટલું નીચે ગયું છે. પરંતુ ગુજરાતવાસીઓને આવી હાડ થીજવતી ઠંડીમાંથી હજી પણ રાહત મળવાના કોઈ સંકેત નથી. કારણ કે, હજી થોડા દિવસ આવો માહોલ રહેશે. પરંતુ રાજ્યમાં આગામી બે દિવસમાં ઠંડીના પ્રમાણમાં ઘટાડો થશે અને ગુજરાતમાં સરેરાશ તાપમાન વધે તેવી શકયતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

30 અને 31 જાન્યુઆરીએ ઠંડી ઘટવાની શક્યતા છે. હવામાન વિભાગે આ વિશે આગાહી વ્યકત કરી છે. તો બીજી તરફ, સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની આગાહી કરાઇ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં પગલે ઠંડીમાં ઘટાડો તો થશે. પણ સાથે જ ઝડપી પવન ફૂંકાવાથી દક્ષિણ ગુજરાત અને દ્વારકા-પોરબંદરનાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચન આપવામાં આવ્યું છે. 


ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં દિવસેને દિવસે ઠંડીનો પારો ગગડી રહ્યો છે, જેને કારણે જનજીવન વ્યસ્ત થઈ ગયું છે. લોકો વહેલી સવારે અને મોડી સાંજ બાદ ઘરથી કામ વગર બહાર જવાનું ટાળી રહ્યાં છે. 


ક્યાં કેટલા પારો..


  • નલિયા ૭ ડિગ્રી

  • અમરેલી ૬.૮ ડિગ્રી

  • મહુવા ૭.૧ ડિગ્રી

  • ડીસા ૭.૬ ડિગ્રી

  • અમદાવાદ ૯ ડિગ્રી

  • કંડલા એરપોર્ટ ૭.૫ ડિગ્રી

  • ગાંધીનગર ૮.૬ ડિગ્રી