ગુજરાત : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા બાદ અમદાવાદ સહિત ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે. આજે ડીસા 7.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર નોંઘાયુ છે. આગામી બે દિવસ રાજ્યમાં ઠંડીનું જોર હજુ ઘટવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 18થી 22 ડિસેમ્બર વચ્ચે અમદાવાદમાં ઠંડીનો પારો 10 ડિગ્રી નીચે જવાની પણ શક્યતા હવામાન વિભાગે કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શનિવારે 11.2 ડિગ્રી સાથે અમદાવાદમાં સિઝનનું સૌથી ઓછું લઘુતમ તાપમાન નોંધાયું હતું. અફઘાનિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે બંગાળની ખાડીમાં અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયુ છે, જેથી ઠંડા પવનનું જોર વધ્યું છે. પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઠંડા પવનનું જોર ઘટશે. જેથી બે દિવસ ઠંડકમાં ઘટાડો થશે અને 17 ડિસેમ્બરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા બાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં ફરીથી ઠંડીનું જોર વધશે. 


રાજ્યભરમાં દિવસથી ઠંડીનો ચમકારો વધ્યો છે, ત્યારે બનાસકાંઠામાં પણ તાપમાનનો પારો ગગડ્યો છે. ડીસામાં 10 ડિગ્રી અને પાલનપુરમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અચાનક ઠંડીમાં વધારો થતા લોકો ઠંડીથી બચવા તાપણા કરતા નજરે ચઢ્યા છે. અચાનક તાપમાનમાં ફેરફાર થતા ખેડૂતો પણ પાકને લઇને ચિંતામાં છે. ત્યારે હવામાન વિભાગે પણ ઠંડીમાં વધારો થવાની આગાહી કરી છે.