રાજ્યમાં સૌથી વધુ ઠંડી આ શહેરમાં, હવામાન વિભાગે આપી કોલ્ડવેવની આગાહી
અમદાવાદમાં 28.2 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતા 1 ડિગ્રીનો અને 10 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.
અમદાવાદ: ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતમાં બે દિવસથી ઠંડીનું જોર વધ્યું હોય તેમ જોવા મળી રહ્યું છે. ગાંધીનગરમાં 8.8 ડિગ્રી સાથે સૌથી વધારે ઠંડી નોંધાઇ હતી જ્યારે અમદાવાદમાં સરેરાશ લઘુતમ 10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સાથે હવામાન વિભાગે રાજ્યમાં બે દિવસ કોલ્ડવેવની આગાહી કરી છે.
વધુમાં વાંચો: મિશન 2019: ગુજરાતના કોળી સમાજનું સંમેલન, CM રૂપાણી આપશે હાજરી
હવામાન વિભાગ દ્વારા અનુમાન લગવવામા આવી રહ્યું છે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ઉત્તર ગુજરાતના કેટલા જિલ્લાઓમાં વરસાદી છાટાં પડી શકે છે. અમદાવાદમાં 28.2 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતા 1 ડિગ્રીનો અને 10 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.
વધુમાં વાંચો: ગુજરાતના આ સ્થળે સૃષ્ટિની શરૂઆતથી જ બિરાજમાન માતાજી, પાંડવોને આપ્યું હતું વરદાન
જેને લઇ હમાવાન વિભાગે બે દિવસ 2 અને 3 ફેબ્રુઆરએ સમગ્ર રાજ્યામાં કોલ્ડવેવની આગાહી કરી છે. આ સાથે જ અમદાવાદમાં 11 ડિગ્રી આસપાસ સરેરાશ લઘુત્તમ તાપમાન રહેશે. મહત્વુનું એ છે કે, અમદાવાદમાં વાદળછાયું અને તાપવાળું મિશ્ર વાતાવરણ રહ્યું હતું.
વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી 2019: કોણ કપાશે? કોણ થશે રીપીટ? શુ છે ભાજપનું ચૂંટણી ગણિત...
હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 24 કલાક ઠંડીમાં વધારાની સંભાવના ઓછી છે, જોકે, ત્યારબાદ સરેરાશ લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઇ શકે છે. ત્યારે ગાંધીનગરમાં 8.8, દીવમાં 9.0, મહુવામાં 9.2, અમદાવાદમાં 10.0, વડોદરામાં 10.8, સુરેન્દ્રનગરમાં 11.04, રાજકોટમાં 11.7, નલિયામાં 11.8 તથા સુરતમાં 13.0નું તાપમાન નોંધવામાં આવ્યું છે.