માઉન્ટ આબુમાં બરફ જોઈ પ્રવાસીઓ બોલ્યા, અહીં કાશ્મીર કરતા પણ સારુ લાગે છે
- પર્વત પર્યટન સ્થળ માઉન્ટ આબુ આ દિવસોમાં એક બર્ફીલુ સ્થળ બન્યું
- આબુમાં પિકનિક માટે આવેલા પ્રવાસીઓ સાથે સ્થાનિકો પણ આ ઠંડા વાતાવરણની મજા માણી રહ્યાં છે
મૌલિક ધામેચા/અમદાવાદ :માઉન્ટ આબુમાં કાતિલ ઠંડીનો કહેર જોવા મળી રહ્યો છે. તાપમાન માઈનસમાં પહોંચી જતા માઉન્ટ આબુ (mount abu) થીજી ગયું હોય તેવું લાગી રહ્યું છે. માઈનસ 4 ડિગ્રી તાપમાન નોંધાતા માઉન્ટ આબુમાં બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે. શીતલહેર (coldwave) થી આબુમાં પ્રવાસીઓ ઠુઠવાયા છે. કાતિલ ઠંડીથી રક્ષણ મેળવવા લોકોએ તાણાનો સહારો લેવાની ફરજ પડી છે. એટલું જ નહિ, મેદાનમાં પાર્ક કરલા વાહનો પર બરફના થર જામેલા જોવા મળી રહ્યા છે. માઉન્ટ આબુના તાપમાનમાં 5થી 8 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. જેથી બે દિવસની રાહત બાદ ફરી માઉન્ટ આબુમાં બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે. જો કે શીતલહેર વચ્ચે પણ માઉન્ટ આબુમાં પ્રવાસીઓ બરફની મજા માણતા જોવા મળ્યા હતા.
ઘાસના મેદાનો પર બરફનું આવરણ
પર્વત પર્યટન સ્થળ માઉન્ટ આબુ આ દિવસોમાં એક બર્ફીલુ સ્થળ બન્યું છે, જ્યાં છેલ્લા 15 દિવસથી ઠંડક થઈ રહી છે. થર્મોમીટરમાં ઠંડક કરતા નીચે તાપમાનનો પારો લઘુત્તમ તાપમાન તરીકે નોંધવામાં આવી રહ્યો છે. બુધવારે -3 પોઇન્ટ 4 ડિગ્રી સેલ્શિયસ બાદ ગુરુવારે લઘુત્તમ તાપમાન -1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. લઘુતમ તાપમાન માઈનસ તરીકે નોંધાયું હોવાને લીધે ઘાસના મેદાનોમાં બરફનું આવરણ જોવા મળ્યું. તો ખેતરમાં પાર્ક કરેલા વાહનોની બરફ અને છત બરફની જેમ જામી ગઈ છે.
આબુમાં પિકનિક માટે આવનારા લોકો વધ્યા
આબુમાં પિકનિક માટે આવેલા પ્રવાસીઓ સાથે સ્થાનિકો પણ આ ઠંડા વાતાવરણની મજા માણી રહ્યાં છે. આવામાં આબુ આવેલા એક ટુરિસ્ટ સુનીલ કુમારે કહ્યું કે, જ્યાં મનાલી, કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ વગેરેમાં આ દિવસોમાં બરફવર્ષાને કારણે માહોલ અલગ છે. અહી અમે હિલ સ્ટેશનમાં પણ એવું જ અનુભવીએ છીએ. હું શાંતિથી આ મોસમ માણવા માટે સક્ષમ છું.