• 20 ડિસેમ્બરથી લઇને 10 જાન્યુઆરી દરમિયાન ઠંડીનું જોર વધવાની શક્યતા છે

  • માઉન્ટ આબુમાં કડકડતી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે


ઝી મીડિયા/બ્યૂરો :રાજ્યમાં હવે ધીરે ધીરે કાતિલ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. રાજ્યમાં ધીમે-ધીમે ઠંડીનું જોર વધી રહ્યું છે. શીતલહેરને (coldwave) પગલે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં હજી પણ વધુ ઠંડીનું જોર વધશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે તાપમાનમાં વધુ ફેરફાર નહિ થાય. આવનારા ત્રણ દિવસ રાજ્યમાં આવું જ વાતાવરણ રહેશે. લઘુત્તમ તાપમાનમાં હજુ 1થી 2 ડિગ્રીનો ફેરફાર થઈ શકે છે. તો રાજયમાં લઘુતમ તાપમાન 10 ડીગ્રી આસપાસ રહી શકે છે. પવનની ગતિ 15 થી 20 કિમી પ્રતિ કલાકની રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુ કાતિલ ઠંડીનો દોર આવશે 
આ વર્ષે ડિસેમ્બરથી ફેબ્રુઆરી શિયાળાની સીઝન દરમિયાન 20 ડિસેમ્બરથી લઇને 10 જાન્યુઆરી દરમિયાન ઠંડીનું જોર વધવાની શક્યતા છે. તેમાંય ખાસ કરીને ડિસેમ્બરના અંતથી લઇને જાન્યુઆરીના પહેલાં અઠવાડિયામાં ઠંડીનો પારો ગગડીને 10થી 12 ડિગ્રીની આસપાસ પહોંચવાની શક્યતા હોવાથી કાતિલ ઠંડી પડવાની શક્યતા છે. કારણ કે, ડિસેમ્બર મહિના દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ આવે છે, લોકલ લેવલે વાતાવરણમાં મોટા પાયે ફેરફાર થાય છે. શિયાળાની સિઝનમાં જાન્યુઆરી સૌથી ઠંડો મહિનો હોય છે. કારણ કે, જાન્યુઆરીનું એવરેજ મિનિમમ તાપમાન 12.4 ડિગ્રી જયારે ડિસેમ્બરનું એવરેજ તાપમાન 13.4 ડિગ્રી હોય છે.


માઉન્ટ આબુમાં તાપમાન 1 ડિગ્રી પહોંચ્યું 
માઉન્ટ આબુમાં કડકડતી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી સુધી પહોંચ્યું છે. કડકડતી ઠંડીમાં પર્યટકો આનંદ લઈ રહ્યા છે. ત્યારે ઠંડીને લીધે પહાડો વચ્ચે અદભૂત નજારો સર્જાયો છે. જેનો લ્હાવો સહેલાણીઓને મળી રહ્યો છે. કડકડતી ઠંડીને લીધે જનજીવનને ખાસ અસર પહોંચી છે. જોકે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ વધુ ઠંડી વધશે. ઠંડીની ઋતુમાં મોટી સંખ્યામાં પર્યટકો આબુ પહોંચ્યા છે. ખૂબસુરત વાતાવરણ વચ્ચે કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.