કાતિલ ઠંડીથી હજી પણ કોઈ રાહતના સમાચાર નથી, હવામાન ખાતાની છે આગાહી
સમગ્ર અમદાવાદ રાજ્યમાં લોહી થીજાવી દે તેવી કડકડતી ઠંડી (coldwave in gujarat) પડી રહી છે. જેમાં સૌથી વધુ કચ્છ થરથર ધ્રૂજી ઉઠ્યું છે. ગુજરાતનું એક પણ શહેર એવું નહિ હોય જે કાતિલ ઠંડીના બાનમાં નહિ હોય. કચ્છના નલિયા (Naliya) નું તાપમાન 3.4 ડિગ્રી નોંધાયું છે. તો રાજકોટ અને જૂનાગઢનું તાપમાન 7.6 ડિગ્રી નોંધાયું છે. જોકે, હજી પણ લોકોને આ કોલ્ડવેવમાંથી રાહત નહિ મળી શકે. કારણ કે, હજી બે દિવસ કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઠંડીની બચવા માટે લોકો વિવિધ પ્રયાસો કરી રહ્યાં છે.
અમદાવાદ :સમગ્ર અમદાવાદ રાજ્યમાં લોહી થીજાવી દે તેવી કડકડતી ઠંડી (coldwave in gujarat) પડી રહી છે. જેમાં સૌથી વધુ કચ્છ થરથર ધ્રૂજી ઉઠ્યું છે. ગુજરાતનું એક પણ શહેર એવું નહિ હોય જે કાતિલ ઠંડીના બાનમાં નહિ હોય. કચ્છના નલિયા (Naliya) નું તાપમાન 3.4 ડિગ્રી નોંધાયું છે. તો રાજકોટ અને જૂનાગઢનું તાપમાન 7.6 ડિગ્રી નોંધાયું છે. જોકે, હજી પણ લોકોને આ કોલ્ડવેવમાંથી રાહત નહિ મળી શકે. કારણ કે, હજી બે દિવસ કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઠંડીની બચવા માટે લોકો વિવિધ પ્રયાસો કરી રહ્યાં છે.
જુઓ ક્યાં કેટલુ તાપમાન
- નલિયા 3.4 ડિગ્રી
- અમદાવાદ 10.7 ડિગ્રી
- ગાંધીનગર અને વડોદરા 9.8 ડિગ્રી
- ભૂજ 7 ડિગ્રી
- દીવ 8.8 ડિગ્રી
- સુરેન્દ્રનગર 9 ડિગ્રી
- પોરબંદર 9.1 ડિગ્રી
હવામાન ખાતાની આગાહી
ઉત્તર દિશામાંથી વાતા પવનને કારણે સમગ્ર ગુજરાત ઠંડુગાર બની ગયું છે. ઉત્તરથી છવાયેલા સાયક્લોનિક સરક્યુલેશન ગુજરાત અને મધ્યપ્રદેશ સુધી છવાઈ ગયું છે. જેની સીધી અસર આ બંને રાજ્યો પર થઈ રહી છે. હવામાન ખાતાએ ચેતવણી આપી છે કે, હજી આગામી બે-ત્રણ દિવસ પણ ઠંડીમાં કોઈ રાહત મળવાના નથી. કોલ્ડવેવની સાથે સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં સિવિલર કોલ્ડનો માહોલ રહેશે. ગુજરાતમાં અતિશય ઠંડી રહેવાની છે. આગામી દિવસમાં તાપમાન વધુ નીચે જઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક