ઝી બ્યૂરો, અમદાવાદ: ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. ઠંડા પવનો સાથે સામાન્ય દિવસો કરતાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યના મોટાભાગમાં બુધવારે શીતલહેરની ચપેટમાં આવી ગયું છે. જોકે ગત બે દિવસના મુકાબલે તાપમાનમાં વધારો જોવા મળ્યો છે. ઠંડા પવન ફૂંકાતા લોકો પરેશાન જોવા મળ્યા છે. હવામાન વિભાગે ગુરૂવારથી ઠંડીમાં થોડી રાહતના સંકેત આપ્યા છે, સાથે જ કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ શહેરમાં બુધવારે ન્યૂનતમ તાપમાન 10.7 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું જે મંગળવારના મુકાબલે ખૂબ બધુ છે. તેમછતાં દિવસભર ફૂંકાતા પવનોના કારણે લોકો ઘરની બહાર નિકળવાનું ટાળી રહી છે. તો કેટલાક પ્રકૃતિપ્રેમીઓ ઠંડીની મજા માણવા માટે ગાર્ડનમાં ઉમટી પડ્યા છે. સૌરાષ્ટ્રના કેશોદ અને ઉત્તર ગુજરાતના ડીસામાં સૌથી વધુ ઠંડી નોધાઇ હતી. જ્યાં ન્યૂનતમ તાપમાન 7.2 ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત રાજધાની ગાંધીનગરમાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

દારૂ પીને ઠંડી ઉડાડવાનું વિચારી રહ્યા છો તો ચેતી જજો!!! હવામાન વિભાગે આપી ચેતાવણી


જ્યારે કચ્છના નલિયા અને કંડલા એરપોર્ટ પર 9.1 તો રાજકોટમાં 9.1, વડોદરામાં 10, સુરતમાં 12.2 તથા ભુજમાં 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે કે ગુરૂવારથી ઠંડીમાં રાહત મળશે. તો આ તરફ આગામી ત્રણ અને ચાર જાન્યુઆરીના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા તથા દાહોદ જિલ્લાના વિવિધ ભાગોમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. 

હવે આ લોકોને પણ મળશે PF નો ફાયદો, 40 કરોડ લોકો આવશે દાયરામાં


નવ વર્ષમાં બીજીવાર ડિસેમ્બરમાં કડકડતી ઠંડી પડી રહી છે. વર્ષમાં 2018માં તાપમાન ગગડીને પારો 10.6 ડિગ્રી સુધી આવ્યો હતો. આ પહેલાં વર્ષ 2011માં તાપમાન 11.4 ડિગ્રી નોંધાયું હતું. બુધવારે 0.2 ડિગ્રીના ઘટાડા સાથે ન્યૂનતમ તાપમાન 12.2 ડિગ્રી નોંધાયું હતું. આ સાથે જ બુધવાર સીઝનનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. આગામી 24  કલાક ઠંડી યથાવત રહેશે. 


ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થતાં સુરતમાં 8 કિમી પ્રતિકલાકની ઝડપે ઠંડા પવન ફૂંકાયા હતા. બે દિવસ સુધી સુરતમાં કોલ્ડવેવની સ્થિતિ યથાવત રહેશે. બુધવારે મહત્તમ તાપમાન 27.4 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન 12.2 ડિગ્રી નોંધાયું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube