Coldwave In Gujarat : ગુજરાતમાં શિતલહર છવાઈ છે. સુસવાટા મારતા પવનને કારણે મહત્તમ તાપમાનમાં 4.4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. શહેરીજનો તો તીવ્ર ઠડીમાં ઠૂંઠવાઈ ગયા છે. કાતિલ ઠંડીને પગલે નલિયામાં 2 ડિગ્રી અને ડીસામાં પારો 6.9 ડિગ્રીએ પહોંચ્યો છે. કચ્છના નલિયામાં તો 24 કલાકમાં 6 ડિગ્રી પારો ગગડ્યો છે. આજનો પારો 2 ડિગ્રી જ રહેતાં આ આંક સિઝનનો સૌથી ઓછો આંક છે. અમદાવાદ શહેર રાજ્યના 10 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો છે. 1 જ દિવસમાં રાજ્યના મોટાભાગના શહેરનો પારો 2થી 6 ડિગ્રી ઘટ્યો છે. આજથી ઠંડીનું જોર ઘટશે. તાપમાનનો પારો ઉંચકાય તેવી હવામાન વિભાગની આગાહી છે. તાલાળા પંથકમાં ઊંચા પવનથી આંબા પર આવેલા મોર ખરી પડ્યા છે. જૂનાગઢ-પાવાગઢમાં રોપ વે અને બેટ દ્રારકામાં ફેરી બોટ સતત બીજા દિવસે બંધ રખાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 હવામાન વિભાગે રાજસ્થાનના અલવર, ભરતપુર, ધોલપુર, ઝુનઝુનુ અને કરોૈલી માટે ઓરેન્જ એલર્ટ જારી કરી છે. દિલ્હી માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવી છે.  અધિકારીઓના જણાવ્યા અનુસાર શ્રીનગરનું લઘુતમ તપામાન જાન્યુઆરી મહિનાનું છેલ્લા પાંચ વર્ષનું બીજું સૌથી ઓછું તાપમાન છે. ભારે ઠંડીને કારણે જમ્મુ-કાશ્મીરના અનેક જળાશયો થીજી ગયા છે. રાજસ્થાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ફતેહપુર (સિકરપુર)માં માઇનસ ૧.૮ અને ચુરુમાં માઇનસ ૧.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.


જયપુરમાં ૩.૮, અજમેરમાં ૩.૯, અલવરમાં ૧.૩, ચિત્તોડગઢમાં માઇનસ ૦.૧ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. પંજાબ અને હરિયાણામાં પણ લોકોને ઠંડીથી કોઇ રાહત નથી. પંજાબમાં ગુરદાસપુર ૨.૨ ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ઠંડુ શહેર છે. હરિયાણાના હિસારમાં ૨.૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું છે. ઉત્તર ભારતમાં અસહ્ય ઠંડી અને ગાઢ ધુમ્મસને કારણે સામાન્ય જનજીવનને અસર થઇ રહી છે. આ દરમિયાન દિલ્હીમાં લઘુતમ તાપમાન ત્રણ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે. જે જાન્યુઆરીમાં નોંધવામાં આવેલું છેલ્લા બે વર્ષનું સૌથી ઓછું તાપમાન છે. જેના કારણે દિલ્હીનું તાપમાન હિલ સ્ટેશનોથી પણ ઓછું નોંધવામાં આવ્યું હતું.



હવામાન અંગે ચોક્કસ આગાહી કરવા માટે જાણીતા અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે જાન્યુઆરી મહિનામાં રાજ્યમાં માવઠું પણ પડી શકે છે. જો માવઠું પડશે તો ખેડૂતોની ચિંતામાં વધારો થઈ શકે છે. અંબાલાલ પ્રમાણે જાન્યુઆરીની શરૂઆતમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી શકે છે. જો માવઠું પડે તો ખેતરમાં ઉભા પાકને નુકસાન થવાની શક્યતા છે.