સ્વેટર પેક કરીને મૂકી ન દેતા, હવામાન ખાતાએ ફરી કડકડતી ઠંડીની આગાહી કરી
સ્વેટર પહેરવુ, છત્રી લઈને નીકળવું તે લોકોને સમજી શકાતુ નથી. ઘડીક ઠંડી ઘટે છે, તો ઘડીક વધે છે. ઘડીક ગરમી લાગે છે, તો ઘડીક ઠંડક લાગવા લાગે છે. આવામાં અમદાવાદમાં ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે, 24 કલાક બાદ આગામી ત્રણ દિવસ માટે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. અમદાવાદ સહિત મહેસાણા, પાલનપુર, ડીસા, બનાસકાંઠા, સાબરકાંઠામાં આવતીકાલથી આકરી ઠંડી પડશે. આગામી 3 દિવસ ઠંડીનું જોર વધશે.
અર્પણ કાયદાવાલા/અમદાવાદ :સ્વેટર પહેરવુ, છત્રી લઈને નીકળવું તે લોકોને સમજી શકાતુ નથી. ઘડીક ઠંડી ઘટે છે, તો ઘડીક વધે છે. ઘડીક ગરમી લાગે છે, તો ઘડીક ઠંડક લાગવા લાગે છે. આવામાં અમદાવાદમાં ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે, 24 કલાક બાદ આગામી ત્રણ દિવસ માટે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. અમદાવાદ સહિત મહેસાણા, પાલનપુર, ડીસા, બનાસકાંઠા, સાબરકાંઠામાં આવતીકાલથી આકરી ઠંડી પડશે. આગામી 3 દિવસ ઠંડીનું જોર વધશે.
મહાનાયક બચ્ચને આવુ પહેલા ક્યારેય ન કર્યું, જાહેરમાં ખેંચી લીધો એક્ટ્રેસનો દુપટ્ટો...
રાજ્યમાં હજુ પણ ઠંડી જવાનું નામ લઈ નથી રહી. ફેબ્રુઆરી મહિનો શરૂ થઈ ગયો છે તેમ છતા ઠંડી ગઈ નથી અને ગરમી અનુભવાઈ રહી નથી. એક તરફ શિયાળો મોડો ચાલુ થયો હતો, તેમ ઠંડીની મોસમ પણ મોડી વિદાય લે તેવી શક્યતા છે. બે દિવસથી લોકોને થોડી ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો, પરંતુ ઠંડી હજી સુધી પૂરી રીતે ગાયબ થઈ નથી. તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે. તાપમાનનો પારો ફરીથી ઘટી શકે છે.
Airtel યુઝર્સ માટે આવ્યા ખરાબ સમાચાર, કંપનીએ બંધ કર્યો સૌને મનગમતો પ્લાન
હવામાન ખાતાના અધિકારીઓએ જણાવ્યા અનુસાર, સત્તાવાર રીતે હજી સુધી શિયાળાની વિદાય થઈ નથી. જે રીતે તબક્કાવાર ઠંડી લાગી રહી છે, જે રીતે વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે તે જોતા હજુ ઠંડી વધવાની શક્યતા છે. બે દિવસથી તાપમાન વધ્યું હતું, અને ઠંડીમાં અંશત ઘટાડો થયો હતો. પણ હવામાન વિભાગે કહ્યું કે, ઠંડીમાં વધારો જોવા મળી શકે છે. 9.2 ડિગ્રીથી ઘટીને 7 ડિગ્રી પર પહોંચી શકે છે. હજી પણ ઠંડીની સત્તાવાર વિદાય માટે વાર છે. ત્યારે હવે 24 કલાક બાદ ઠંડી માટે તૈયાર રહેજો. તાપમાનમાં ઘટાડો થવાથી ફરીથી સ્વેટર અને શાલ લઈને નીકળવુ પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક