આશ્કા જાની/અમદાવાદ :ગુજરાતમાં કાશ્મીર (kashmir) જેવો નજારો છવાઈ ગયો છે. રાજ્યમાં કમોસમી વરસાદ વચ્ચે કાતિલ ઠંડી (coldwave) નો માહોલ છવાઈ ગયો છે. સતત બે દિવસથી લોકો ઠંડીમાં ઠુઠવાયા છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હજુ પણ ઠડીમાં વધારો થઈ શકે છે. 4 ડિસેમ્બરથી ઠંડી (winter) માં વધારો થવાનો છે. પરંતુ હાલ ગુજરાતના દરેક શહેરનો પારો ગગડ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રીના નીચે પહોંચી ગયુ છે.
 
નલિયા 15.2 ડીગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બની ગયુ છે. તો અમદાવાદ (Ahmedabad) માં લઘુત્તમ તાપમાન 16.9 ડિગ્રી નોંધાયું છે. આ ઉપરાંત બીજા શહેરો પર નજર કરીએ તો..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : આતુરતાનો આખરે અંત આવ્યો, આજથી LRD-PSI ના ઉમેદવારોની શારિરીક કસોટી લેવાશે


વડોદરા 15.8 ડિગ્રી
દમણ 16.0 ડિગ્રી
સુરત 16.6 ડિગ્રી 
ભાવનગર 17.4 ડિગ્રી
ભુજ 17.8 ડિગ્રી
પોરબંદર 17.8 ડિગ્રી


રાજ્યમાં આજે પણ કાતિલ ઠંડી સાથે ફૂંકાવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેમજ આજે પણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી છે. જેની અસર ઠંડી પર પડી રહી છે. ગુરૂવારે રાજ્યના કુલ 91 તાલુકામાં વરસાદ પડ્યો છે. ભરશિયાળે ચોમાસા જેવો માહોલ રાજ્યમાં સર્જાયો છે. આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. તો અમદાવાદમાં પણ હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. વરસાદી માહોલના કારણે રાજ્યમાં વધ્યું ઠંડીનું જોર વધ્યુ છે.