SURAT માં એક સાંધોને તેર તુટે, હોમ આઇસોલેટ દર્દીઓને ઓક્સિજન નહી આપવા કલેક્ટરનો આદેશ
શહેર અને જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક અઠવાડીયાથી ઓક્સિજનની અછત વહીવટી તંત્ર માટે માથાનો દુખાવો સાબિત થઇ રહ્યો છે. એખ સાંધો ત્યાં તર તુટે જેવી સ્થિતિમાં ઓક્સિજનની ડિમાન્ડ સામે સપ્લાય જાળવ રાખવા માટે હવાતિયા મારી રહેલા વહીવટી તંત્ર દ્વારા હવે હોમ આઇસોલેટ દર્દીઓ માટે ઘાતક નિર્ણય લેવાયો છે.વહીવટી તંત્ર દ્વારા એજન્સી અને ખાનગી વ્યક્તિ અને સંસ્થાને ઓક્સિજન રિફિલિંગ નહી કરવા માટે આદેશ કરવામાં આવતા હોમ આઇસોલેશમાં રહેલા દર્દીઓની સ્થિતી સૌથી વધારે કફોડી થઇ છે.
સુરત : શહેર અને જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક અઠવાડીયાથી ઓક્સિજનની અછત વહીવટી તંત્ર માટે માથાનો દુખાવો સાબિત થઇ રહ્યો છે. એખ સાંધો ત્યાં તર તુટે જેવી સ્થિતિમાં ઓક્સિજનની ડિમાન્ડ સામે સપ્લાય જાળવ રાખવા માટે હવાતિયા મારી રહેલા વહીવટી તંત્ર દ્વારા હવે હોમ આઇસોલેટ દર્દીઓ માટે ઘાતક નિર્ણય લેવાયો છે.વહીવટી તંત્ર દ્વારા એજન્સી અને ખાનગી વ્યક્તિ અને સંસ્થાને ઓક્સિજન રિફિલિંગ નહી કરવા માટે આદેશ કરવામાં આવતા હોમ આઇસોલેશમાં રહેલા દર્દીઓની સ્થિતી સૌથી વધારે કફોડી થઇ છે.
વહીવટી તંત્ર દ્વારા આજથી શહેર જિલ્લામાં આવેલા તમામ ઓક્સિજન રિફિલિંગ કરતી એઝન્સીઓને સ્પષ્ટ આદેશ અપાયે કે, આજથી ખાનગી અને સ્વયં સેવી સંસ્થાઓ દ્વારા લવાયેલા ઓક્સિજનનાં બોટલ રિફિલિંગ કરવાનાં રહેશે નહી. જેના કારણે સુરત શહેર જિલ્લા સહિત નવસારી અને તાપીથી આવતા હોમ આઇસોલેટ દર્દીનાં પરિવારનાં લોકોને આ નિર્ણયની અસર થશે.
સુરતમાં 220 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત માંડમાંડ 190 થી 200 મેટ્રિક ટનનો જથ્થો સપ્લાય થાય તેવી શક્યતા છે. સિવિલ સ્મીમેર સહિતની ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનની અછતની બુમ યથાવત્ત છે. અત્યાર સુધી સિવિલ સ્મીમેરમાં સ્ટોકમાં રહેતા ઓક્સિજન હવે નથી. હવે જરૂરિયાતની અંતિમ ઘડીએ જ ઓક્સિજન પુરો પાડવામાં આવે છે.
ઓક્સિજન મુદ્દે વહીવટી તંત્ર દ્વારા વધારે એક કડક નિર્ણય લેવાયો છે. જેના કારણે શહેરનાં તમામ રિફિલિંગ સેન્ટર અને ખાનગી અને એનજીઓ ઓક્સીજનનાં બોટલ રિફીલીંગ કરવા સંદર્ભે નવો ફતવો બહાર પાડવામાં આવ્યો છે. આ સ્થિતીમાં હવે જે કોરોનાગ્રસ્ત દર્દી ઘરે સારવાર લઇ રહ્યા છે તે તેમને ઓક્સિજન કઇ રીતે મળશે તે સૌથી મોટો સવાલ થયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube