હોમ આઈસોલેટ દર્દી માટે બધી એજન્સીઓને ઓક્સિજન સિલિન્ડર રીફિલિંગ કરી આપવા કલેકટરનો આદેશ
જોકે 15 કલાક સુધી ઓક્સિજન માટે લાંબી કતારો સર્જાતા જયદીપ ઓક્સિજન દ્વારા હાથ ઊંચા કરી દેવામાં આવ્યા હતા અને ઓક્સિજન જથ્થો પૂરો થઈ ગયો હોવાનો જવાબ આપી દેવામાં આવ્યો હતો. જેને લઈને હવે તંત્ર એ નિર્ણય બદલ્યો છે.
ગૌરવ દવે/રાજકોટ : રાજકોટ (Rajkot) જિલ્લા કલેકટરે (Collector) તમામ ઓક્સિજન (Oxygen) એજન્સીઓને હોમ આઇસોલેટ દર્દીઓના પરિવારજનોને ઓક્સિજન (Oxygen) ના સિલિન્ડર રિફીલિંગ કરી આપવા આદેશ કર્યા છે. પહેલા તંત્ર એ એક જ જગ્યા શાપર વેરાવળની જયદીપ ઓક્સિજનમાંથી જ રિટેલ ઓક્સિજન આપવાની જાહેરાત કરી હતી.
જોકે 15 કલાક સુધી ઓક્સિજન માટે લાંબી કતારો સર્જાતા જયદીપ ઓક્સિજન દ્વારા હાથ ઊંચા કરી દેવામાં આવ્યા હતા અને ઓક્સિજન જથ્થો પૂરો થઈ ગયો હોવાનો જવાબ આપી દેવામાં આવ્યો હતો. જેને લઈને હવે તંત્ર એ નિર્ણય બદલ્યો છે.
AC માં બ્લાસ્ટ થતાં સુરતની કોવિડ હોસ્પિટલમાં આગ, અફરાતફરીનો માહોલ
રાજકોટ (Rajkot) માં ઓક્સિજન (Oxygen) ની સપ્યાલમાં અછતને કારણે ખાનગી હોસ્પિટલ તેમજ હોમ આઈસોલેશનમાં ઓક્સિજનની સારવાર લેતા દર્દીઓ માટે સ્થિતિ સાવ બગડી હતી. એવામાં લોકોને બધે ધક્કા ન ખાવા પડે તે માટે કલેક્ટરે શાપર સ્થિત જયદીપ ઓક્સિજન (Oxygen) માં જ છૂટક બોટલ રીફિલિંગ થાય તેવો નિર્ણય કર્યો હતો પણ આ એજન્સીએ માત્ર 12 કલાકમાં હાથ ઊંચા કરી ઓક્સિજન નથી તેવું કહી દેતા સ્થિતિ બગડી હતી.
Gujarat થી મહારાષ્ટ્ર માટે ત્રણ ઓક્સિજન ટેંકરોને રો-રો સર્વિસ દ્વારા મોકલવાયા
દર્દીઓના સ્વજનો 15 કલાક લાઇનમાં ઊભા રહેવા છતાં ઓક્સિજન (Oxygen) ન મળતા ઓક્સિજનના નોડલ અધિકારી જે. કે. પટેલે કહ્યું હતું એક જ જગ્યાએ બોટલ રીફિલિંગ
કરાતા લાંબી કતારો લાગી હતી અને તેનાથી લોકો પરેશાન થયા હતા. જેથી હવે ફરીથી બધી એજન્સીઓ પાસે રીફિલિંગ કરાવી શકાશે તેવો નિર્ણય લેવાયો છે જેથી બધી જગ્યાએ અલગ અલગ પ્રમાણમાં વહેંચાઈ જશે. હાલ ઓક્સિજનનો જથ્થો મળવા લાગતા સ્થિતિ સુધરવા લાગી છે. કતારો ઓછી કરવા માટે પ્રયત્ન હાથ ધરાશે.
ભાજપ પોતાના સંગઠનનો ઉપયોગ કરે તો શહેરમાં જ ઓક્સિજન મળી રહે
રાજકોટ (Rajkot) માં હોમ આઇસોલેટ માટે દર્દીઓના પરિવારજનો સિલિન્ડર લેવા ધક્કા ખાઈ રહ્યા છે. ત્યારે લોક માંગ ઉઠી છે કે ભાજપ સંગઠન પર ચાલતો પક્ષ છે. તો તેનો ઉપયોગ કરવામાં આવે તે અત્યારની સ્થિતિએ જરૂરી છે. જો શાસ્ત્રી મેદાન અથવા તો રેસકોર્ષ મેદાનમાં ઓક્સિજન સિલિન્ડર રિફીલિંગ અથવા તો ખાલી સિલિન્ડર લઈને ભરેલી આપવાની વ્યવસ્થા કરે તો હોમ આઇસોલેટ દર્દીઓના પરિવારજનોને લાઈનમાં ઉભા રહી સમય બગાડવો ન પડે અને દર્દીને સમયસર ઓક્સિજન મળી રહે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube