PAASના કાર્યક્રમમાં મારામારી, હાર્દિક અને કોંગ્રેસ હાય-હાયના નારા લાગ્યા
અમદાવાદમાં પાસના સ્નેહ મિલન કાર્યક્રમમાં છૂટા હાથની મારામારીની ઘટના સામે આવી છે. આ કાર્યમમાં હાર્દિક પટેલ હાય હાય અને કોંગ્રેસ હાય હાયના નારા લાગ્યા. પાસના આ કાર્યક્રમમાં અલ્પેશ કથિરિયા અને કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલના સમર્થકો વચ્ચે બોલાચાલી થઇ અને આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મારામારીના દ્રશ્યો પણ સર્જાયા હતા.
અમદાવાદ: અમદાવાદમાં પાસના સ્નેહ મિલન કાર્યક્રમમાં છૂટા હાથની મારામારીની ઘટના સામે આવી છે. આ કાર્યમમાં હાર્દિક પટેલ હાય હાય અને કોંગ્રેસ હાય હાયના નારા લાગ્યા. પાસના આ કાર્યક્રમમાં અલ્પેશ કથિરિયા અને કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલના સમર્થકો વચ્ચે બોલાચાલી થઇ અને આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મારામારીના દ્રશ્યો પણ સર્જાયા હતા.
ગોતાના પ્રસંગ પાર્ટી પ્લોટમાં પાસનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં હાર્દિક પટેલ પણ હાજર થયો હતો, અહીં પાસ સ્નેહ મિલન કાર્યક્રમના બેનરમાં અલ્પેશ કથિરીયાનો ફોટો ન હતો અને માત્ર હાર્દિકનો ફોટો જ જોવા મળતા અલ્પેશ કથિરીયાના સમર્થકો રોષે ભરાય અને હાર્દિક હાય હાય, કોંગ્રેસ હાય હાયના નારા લગાવ્યા હતા.
લોકસભાની ટિકિટ માટે કોંગ્રેસમાં કકળાટ, મોડાસા અને ભિલોડાના ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા
[[{"fid":"206799","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Hardik-Maramari.jpg","field_file_image_title_text[und][0][value]":"Hardik-Maramari.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Hardik-Maramari.jpg","field_file_image_title_text[und][0][value]":"Hardik-Maramari.jpg"}},"link_text":false,"attributes":{"alt":"Hardik-Maramari.jpg","title":"Hardik-Maramari.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
હાર્દિક અને અલ્પેશના સમર્થકો વચ્ચે છુટ્ટા હાથની મારામારીના દ્રશ્યો સર્જાયા છે. મહત્વની વાત એ છે કે, હાર્દિકની હાજરીમાં પાસના કાર્યકર્તાઓ વચ્ચે બે ભાગલા પડ્યા અને મારામારી કરવા લાગ્યા. આ મુદ્દે એસપીજી નેતા લાલજી પટેલે જણાવ્યું કે, હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાતા પાટીદાર સમાજમાં કેટલાએ લોકો નારાજ છે. હાર્દિક પટેલને પાટીદાર સમાજે નેતા બનાવ્યો અને તેણે પાટીદાર સમાજને કે પાસના કાર્યકર્તાઓને વિશ્વાસમાં લીધા વગર કોંગ્રેસ સાથે જોડાઈ ગયો, જેનો આ રોષ છે.
આ અંગે હાર્દિક પટેલે નિવેદન આપ્યું હતું કે, કોઇએ સુરતથી 56 સીટરની બસ મોકલી એટલે એ લોકોએ મારો વિરોધ કરી રહ્યા છે. મારો વિરોધ કરવા વાળાને હું રોકવાનો નથી. હું એમને રોકુ તો મારા અને નરેન્દ્ર મોદીમાં ફરક નહીં રહે
એમણે ભલે વિરોધ કર્યો. આ કાર્યક્રમ કોંગ્રેસના નેતા તરીકેનો નથી આવ્યો, હું પાસના કન્વીનર તરીકે આવ્યો છું. અલ્પેશ છૂટશે એટલે અલ્પેશ જ કન્વીનર હશે. હાર્દિકે વધુમાં દાવો કરતા જણાવ્યું કે, જે દિવસે દિલ્હીમાં બેસીશ ત્યારે પાટીદારો પરના તમામ કેસો પાછા ખેંચાવીશ.