કેતન બગડા/અમરેલી: અમરેલી કોંગ્રેસ શાસીત નગરપાલિકામાં આજે સામાન્ય સભા યોજાઇ હતી . જેમાં કોંગ્રેસના જ બે જૂથ વચ્ચે આંતરિક વિખવાદ થતા છુટ્ટાહાથની મારામારીના શરમજનક દ્રશ્યો સર્જાયા હતા. વિપક્ષ નેતા ધાનાણીના કૌટુંબિક ભાઇએ જ પાલિક પ્રમુખ અને ચીફ ઓફિસર પર હુમલો કર્યો હતો. જેથી હોબાળો મચી ગયો હતો અને અમરેલી નગરપાલિકાની સામાન્ય સભા તોફાની બની હતી.


નગરપાલિકાની કોંગ્રેસની સભા બની તોફાની 
અમરેલી નગરપાલિકામાં કોંગ્રેસના બે જૂથો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વિખવાદ ચાલી રહ્યો છે. શુક્રવારે યોજાયેલી સામાન્ય સભામાં પરેશ ધાનાણીના કૌટુંબિક ભાઇ સંદિપ ધાનાણી સહિત કેટલાક સભ્યોએ પાલિકા પ્રમુખ જેન્તીભાઇ રાણવા અને ચીફ ઓફિસર એચ.કે. હુણ પર ખુરશીઓ ફેંકી હુમલો કરાયો હતો. હુમલો કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવને લઇને પાલિકાના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. જ્યારે સમગ્ર ઘટનાને પગલે પાલિકાના પ્રમુખ દ્વારા પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.