ડાંગ આવીને માફી માંગો રાજભા! ડાયરાના કલાકારની માફીથી કામ ન ચાલ્યું, આદિવાસી સમાજમાં આક્રોશ યથાવત
Rajbha Gadhvi Controversial Statement : માફી માગવા છતાં લોકસાહિત્યકાર રાજભા ગઢવીનો વિરોધ જારી... ડાંગના આહવામાં રાજભાના પૂતળાને પહેરાવાયો ચપ્પલનો હાર... આદિવાસી સમાજે કહ્યું- ડાંગમાં આવીને માફી માગો રાજભા
Aadivasi Samaj Angry : લોક સાહિત્યકાર રાજભા ગઢવી દ્વારા માફી માગવા જતાં વિરોધનો વંટોળ તેમનો પીછો છોડી રહ્યો નથી. રાજભા ગઢવીએ વીડિયો જાહેર કરીને માફી છતાં આજે ડાંગના આહવામાં આદિવાસી સમાજના લોકોએ રાજભા ગઢવીના પૂતળાને ચપ્પલનો હાર પહેરાવીને વિરોધ નોંધાવ્યો છે. સાથે જ આદિવાસી સમાજના લોકોએ કહ્યું કે, રાજભા ગઢવી તેમણે કરેલી ટિપ્પણી બદલ આદિવાસી સમાજની માફી નથી માગી, વિવાદનો અંત લાવવા માટે પોતે કરેલા નિવેદન પર માત્ર દિલગીરી વ્યક્ત કરી છે. રાજભા ગઢવીને જો ખરેખર દુખ હોય તો ડાંગના આહવામાં આવીને માફી માંગે. આદિવાસી સમાજના યુવા આગેવાન તુષાર કામળીએ આહવા ખાતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અમારા આદિવાસી સમાજના વીર સપુતો વીર બિરસામુંડા મામા તાત્યા ભિલ એવા અમારા યોદ્ધાઓએ આ દેશને આઝાદી અપાવી છે અને ઓછા કપડે આઝાદી અપાવી છે અને તમે કપડાં કાઢી લે એવી વાત કરો છો, આ ટીપ્પણીને લઈને આદિવાસી સમાજમાં આક્રોશ છે અને આદિવાસી સમાજ એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો પણ નોંધાવશે.
રાજભાના પૂતળાને પહેરાવાયો ચપ્પલનો હાર
લોક કલાકાર રાજભા ગઢવીએ આદિવાસી સમાજ માટે કરેલી ટિપ્પણીને લઈને આદિવાસી સમાજમાં હજી પણ આક્રોશ છે. રાજભા ગઢવીની માફીથી પણ આ આક્રોશ શમ્યો નથી. ડાંગના આદિવાસી સમાજના યુવાનો દ્વારા આહવા ખાતે રાજભા ગઢવીના પૂતળાને ચપ્પલનો હાર પહેરાવાયો હતો. આદિવાસી સમાજના યુવા આગેવાન રાકેશ પવાર તથા તુષાર કામળીની આહવા ખાતે પોલીસે અટકાયત કરી હતી.
ગુજરાત માટે અંબાલાલની નવી આગાહી, નવેમ્બરની શરૂઆતમાં જ થશે આવું!
ડાંગમાં આવીને માફી માગવી પડશે
ડાંગના આહવા ખાતે આદિવાસી સમાજના યુવાનો સાથે પોલીસનો બોલાચાલીનો વીડિયો પણ વાયરલ થયો છે. આદિવાસી યુવાનોનું કહેવું છે કે, રાજભા ગઢવી તેમણે કરેલી ટિપ્પણી બદલ આદિવાસી સમાજની માફી નથી માંગી. વિવાદનો અંત લાવવા માટે પોતે કરેલા નિવેદન પર માત્ર દિલગીરી વ્યક્ત કરી છે માફી નથી માંગી, ડાંગમાં આવીને માફી માગવી પડશે તેવું આદિવાસી સમાજના યુવાનોએ જણાવ્યું.
અપક્ષ ઉમેદવાર વાવમાં ભાજપનો ખેલ બગાડશે! સ્વરૂપજીને ટિકિટ આપતા બે પટેલોએ કર્યો બળવો