Rajkot News : ભાજપની સદસ્યતા અભિયાન કાર્યક્રમ દરમિયાન હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાએ કહ્યુ હતું કે, તમે બધા એક બનો, નેક બનો અને આમાં એવું છે કે, તમે પતંગ ઉડાડો, પણ રાજકોટમાં તમારી બાજુવાળો પતંગ કાપી જાય. કોઈ લાંબો દોરો કરીને ન કાપે. ધીરુભાઈ સરવૈયા બોલ્યા હતા કે, તમારી પતંગ તમારું બાજુ વાળો જ કાપી જાય. પડખેવાળાને માપે રાખજો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાંસદ પરસોત્તમ રૂપાલા, રાજ્ય સભાના સાંસદ રામ મોકરિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાની હાજરીમાં ધીરુભાઈ સરવૈયાએ આવું કહ્યું હતું. અગાઉ પરસોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, જૂના કાર્યકર્તાને ન ભૂલતા અને હવે ધીરુભાઈ સરવૈયાએ કટાક્ષ કર્યો.


ગુજરાત પર આવી રહ્યો છે મોટો ખતરો! ચીનના વાવાઝોડાની અસર છેક ગુજરાત સુધી થશે, આ તારીખ નોંધી લો


ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં કાઠિયાવાડી હાસ્ય કલાકાર તરીકે ધીરૂભાઈ સરવૈયા આગવું નામ ધરાવે છે. આજે દેશ-વિદેશમાં અનેક કાર્યક્રમ આપી ચૂકેલા ધીરૂભાઈની ગણના મોટા કલાકારોમાં થતી હોવા છતા તેઓને સામાન્ય જીવનશૈલી પસંદ છે. રાજકોડથી દૂર લોધીકા તાલુકામાં પોતાના વતન ખીરસરા ખાતે રહેતા ધીરૂભાઈ કાર્યક્રમ ઉપરાંતના સમયમાં પોતાના ફાર્મમાં ખેતી પણ કરે છે. તેઓ ગામડાના દેશી માહોલમાં જીવવાનું પસંદ કરે છે.  


નવી મહામારીની એન્ટ્રી! ભેદી વાયરસથી 15 લોકોના મોત : સરકાર પણ ચોંકી ગઈ, આવે છે તાવ