ગોધરામાં સંયમના માર્ગે જતા અગાઉ કોમર્સ ગ્રેજ્યુએટ યુવતીએ કર્યું મતદાન, 3 માર્ચે દીક્ષા ગ્રહણ કરશે
જિલ્લાના ગોધરાની યુવતી આગામી 3 માર્ચે જૈન ધર્મની દીક્ષા લેવાની છે. જો કે દીક્ષા લેતા પહેલા યુવતીએ આજે મતદાન કર્યું હતું. આમ યુવતીએ સંસારનો ત્યાગ કર્યા અગાઉ લોકશાહીના પર્વમાં અનોખુ યોગદાન આપ્યું હતું. સમગ્ર રાજ્યમાં આજે જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. ત્યારે મતદારોમાં મતદાન માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પંચમહાલ જિલ્લાના ગોધરાની યુવતીએ કાંચી શાહે પોતાના પવિત્ર મતનું દાન કર્યું હતું.
પંચમહાલ : જિલ્લાના ગોધરાની યુવતી આગામી 3 માર્ચે જૈન ધર્મની દીક્ષા લેવાની છે. જો કે દીક્ષા લેતા પહેલા યુવતીએ આજે મતદાન કર્યું હતું. આમ યુવતીએ સંસારનો ત્યાગ કર્યા અગાઉ લોકશાહીના પર્વમાં અનોખુ યોગદાન આપ્યું હતું. સમગ્ર રાજ્યમાં આજે જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. ત્યારે મતદારોમાં મતદાન માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પંચમહાલ જિલ્લાના ગોધરાની યુવતીએ કાંચી શાહે પોતાના પવિત્ર મતનું દાન કર્યું હતું.
દહેગામ-બાયડ રોડ પર ટ્રક સાથે ટક્કર બાદ CRETA ગાડી આગનો ગોળો થઇ ગયો, ડોક્ટર દંપત્તીનું મોત
પંચમહાલના ગોધરાની યુવતી કાંચી શાહે પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો. સૌથી રોચક અને મહત્વપુર્ણ બાબત છે કે, કાંચી શાહે પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો. સૌથી રોચક અને મહત્વપુર્ણ વાત છે કે, કાંચી શાહ આગામી 3 માર્ચે સંસારનો ત્યાગ કરીને સંયમનો માર્ગ અપનાવવા માટે જઇ રહી છે. માત્ર ગણતરીના દિવસો જ પોતાના પરિવાર સાથે વિતવવાની તક છે, ત્યારે આજે લોકશાહીના પર્વને સૌથી મોટો દિવસ છે. તે માટે કાંચી શાહે પોતાનો સમય કાઢીને મતાધિકારનો પ્રયોગ કર્યો હતો.
Gujarat Corona Update: 407 નવા કેસ, 301 દર્દી સાજા થયા, સાત જિલ્લાઓમાં એક પણ કેસ નહી
ગોધરાની કાચી શાહ હાલ ગોધરાના મકનકુવા વિસ્તારમાં રહે છે, તે કોમર્સ ગ્રેજ્યુએટ છે. 3 માર્ચે જૈન ધર્મની દીક્ષા લેવા જઇ રહી છે. જો કે દીક્ષા લીધા અગાઉ તેને મતદાન કરવાની પોતાની ફરજ અદા કરી હતી. ગોધરાની કાંચી શાહના અનુસાર સૌકોઇ નાગરિકોએ મતદાનનો પ્રયોગ કરવો જરૂરી છે. પંચમહાલની જિલ્લા પંચાયત, 7 તાલુકા પંચાયત અને ગોધરા તથા શહેરા નગરપાલિકાની ચૂંટણી માટે આજે સવારથી જ મતદાન શરૂ થઇ ચુક્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube