અર્પણ કાયદાવાલા/અમદાવાદ: એએમસી દ્વારા તેના વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓની જંગમ મિલકત અને સ્થાવર મિલકતની માહિતી મોકલી આપવા બાબતે ચેતવણી આપવામાં આવી છે. જે અધિકારી દ્વારા મિલકતની માહિતી અપવામાં નહિ આવે તે અધિકારી પર કાયદાકીય પગલા લેવામાં આવશે. જે અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યનિ. કમિશ્વર વિજય નહેરા દ્વારા ત્રીજી વાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ મ્યુનસિપિપલ કમિશ્નર દ્વાર બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં કોર્પોરેશમાં ફરજ બજાવતા તમામ વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓની ડિસેમ્બર-2018 સુધીની પ્રોપર્ટી ડિક્લેર કરવાની જાહેરાત કરવામાં આવી હતી. અગાઉ પણ કમિશ્નર દ્વારા 2 પરીપત્ર બહાર પાડવામાં આવ્યા હતા. જેમાંથી 750 પૈકી 50 જેટલા અધિકારીઓએ હજી સુધી મિલકત અંગેની માહિતી આપી નથી.


અમદાવાદ: પત્ની દ્વારા આપવામાં આવતા માનસિક ત્રાસને કારણે પતિએ કરી આત્મહત્યા



પરીપત્રમાં જણાવામાં આવ્યું છે, તમામ ખાતામાં ફરજ બજાવતા તથા નવી નિમણૂક પામેલા તેમજ બઢતી મેળવીને વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓ જો 31-05-2019 સુધીમાં મિલકત અંગેની માહિતી જાહેર નહિ કરે તો તમામ અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અધિકારીઓએ આ માહતી પરિપત્રમાં આપાવમાં આવેલી ઓનલાઇન લીંક પર ભરવાની રહેશે.