ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ, કલોલમાં મસ્જિદ પાસે વરઘોડા પર પથ્થરમારો કરાયો
પંચમહાલના કાલોલમાં વરઘોડા પર પથ્થરમારો કરી કાલોલ નગરની શાંતિ ડહોળવાનો પ્રયાસ... પથ્થરમારાની ઘટનામાં વરરાજાના પિતાને ગંભીર ઈજા... મસ્જિદ પાસેથી વરઘોડો નીકળ્યો ત્યારે બોલાચાલી થઈ...
જ્યેન્દ્ર ભોઈ/પંચમહાલ :ગુજરાતમા ફરી એકવાર શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો છે. પંચમહાલના કાલોલ નગરમાં વરઘોડા પર પથ્થરમારો કરાયો હતો. આ ઘટનામાં વરરાજાના પિતા ગંભીરી રીતે ઈજાગ્રસ્ત થયા છે. ડીજે સાથે નીકળેલા વરઘોડા પર પથ્થરમારો કરાતા રાત્રિના સમયે અફરાતફરી સર્જાઈ હતી, જેથી આખી જિલ્લાની પોલીસ દોડતી થઈ હતી.
સોમવારે રાત્રે પંચમહાલના કાલોલ નગરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો હતો. કાલોલના ગઘેડી ફળિયામાંથી મોડી રાત્રે એક વરઘોડો નીકળ્યો હતો. મસ્જિદ પાસેથી મોડી રાત્રે વરઘોડો નીકળી રહ્યો હોવાને કારણે સામાન્ય બોલાચાલી થઈ હતી. જેના બાદ મામલો બિચક્યો હતો. આ બાદ વરઘોડા પર પથ્થરમારો કરાયો હતો. ડી.જે. સાથે નીકળેલા વરઘોડા પર પથ્થરમારો કરાતા રાત્રિ દરમ્યાન અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એટલુ જ નહિ, મહોલ એટલો બગડ્યો હતો કે, વાહનો અને દુકાનોની પણ તોડફોડ કરાઈ હતી.
આ પણ વાંચો : ગુજરાતી લોકગાયિકા કાજલ મહેરીયા પર થયો હુમલો, ઈજાગ્રસ્ત સિંગરને હોસ્પિટલ લઈ જવાઈ
તો બીજી તરફ, તંગદીલીભર્યા માહોલમાં વરરાજાના પિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે.
મોડી રાત્રિની ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. માહોલ તંગ બનતા સમગ્ર જિલ્લાની પોલીસ પણ બોલાવવાની ફરજ પડી હતી. સમગ્ર મામલે પોલીસે પથ્થરમારો કરનાર તત્વોને શોધી કાઢી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. બંને પક્ષે સામ સામે નોંધાઇ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં લઘુમતી કોમના 15 સામે નામ જોગ, જ્યારે કે 100 થી વધુના ટોળા સામે ફરિયાદ નોંધાઈ. આ ઉપરાંત 14 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે 7 થી વધુ લોકોને ઘટના સંદર્ભે રાઉન્ડ અપ કર્યા છે. હાલ સમગ્ર કાલોલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામા આવ્યો છે. તોફાનોમાં મોટી સંખ્યામાં બાઇક અને છકડા તેમજ લારી ગલ્લાને તોડફોડ કરીને નુકસાન પહોંચાડવામાં આવ્યુ છે. કાલોલના ગધેડી ફળિયામાં ચારેતરફ પથ્થર જ પથ્થર જોવા મળ્યા છે.
આ પણ વાંચો :