ભડકે બળી રહ્યુ છે ગુજરાત, ખંભાત-હિંમતનગર બાદ માણસાનું ઈટાદર સળગ્યું
communal clash : ગુજરાતના ખંભાત અને હિંમતનગર બાદ માણસાના ઈટાદરા ગામે બે જૂથ વચ્ચે જૂથ અથડામણનો બનાવ બન્યો. યુવતીની છેડતી બાબતે બન્ને જૂથ સામસામે આવી ગયા અને કેટલાક તોફાની તત્વોએ વાહનોમાં તોડફોડ અને આગચંપી કરાઈ
- યુવતીની છેડતી મુદ્દે માણસા સળગ્યું, તોફાની તત્વોએ નાનકડા શહેરને બાનમાં લીધું
- પરિસ્થિતિ ઠંડી કરવા જિલ્લા પોલીસનો કાફલો ઈટાદરામાં ખડકી દેવાયો
મૌલિક ધામેચા/ગાંધીનગર :ગાંધીનગરના માણસામાં આવેલા ઇટાદરા ગામે યુવતીની છેડતી બાબતે બે જૂથ વચ્ચે અથડામણનો બનાવ બન્યો હતો. ઘટનાને પગલે 3 વાહનોમા તોડફોડ અને આંગચપી કરવામાં આવી હતી. જોકે બનાવ અંગે પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મહત્વનું છે કે પરિસ્થિતિના અનુસંધાને જિલ્લા પોલીસનો કાફલો ઇટાદરા ગામે ખડકી દેવાયો છે.
ગુજરાતના ખંભાત અને હિંમતનગર બાદ માણસાના ઈટાદરા ગામે બે જૂથ વચ્ચે જૂથ અથડામણનો બનાવ બન્યો છે. જોકે યુવતીની છેડતી બાબતે બે જૂથ સામસામે આવી જતા માહોલ તંગદિલી ભર્યો બની ગયો. મળતી માહિતી પ્રમાણે, યુવતીની છેડતી બાબતે બન્ને જૂથ સામસામે આવી ગયા અને કેટલાક તોફાની તત્વોએ વાહનોમાં તોડફોડ અને આગચંપી કરાઈ હતી. એટલું જ નહીં ઈટાદરા ગામે રાત્રિ દરમિયાન જાતરનો કાર્યક્રમ હતો. ત્યાં તોફાની તત્વોએ હંગામો કરી LED સ્ક્રીનમાં તોડફોડ કરતા વાતાવરણ ઉગ્ર બન્યું હતું.
જૂથ અથડામણના બનાવ અંગે પોલીસને જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ થાળે પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે હકીકત એવી પણ સામે આવી કે ઇટાદરા ગામે જાતરમાં LED સ્ક્રીનમાં તોડફોડ કરી કેટલાક વાહનોમાં આગચાંપી અને તોડફોડ પણ તોફાની તત્વોએ કરી. જેને પગલે ગાંધીનગર જિલ્લાની પોલીસને ગામ જ ખડકી દેવાઈ હતી. બનાવ અંગે એસપી સહિત ડીવાયએસી કક્ષાના અધિકારીએ ગામમાં ફૂટ પેટ્રોલિંગ કરી છ જેટલા તોફાની તત્વોને પકડી પૂછપરછ કરી હતી.