શાંતિ વચ્ચે ઉશ્કેરણીનો પ્રયાસ : જુનાગઢના ઉપરકોટમાં નમાઝ પઢવામાં આવી, વીડિયો વાયરલ
Namaz At Junagadh Uparkot Fort : જૂનાગઢના ઉપરકોટ પર નમાઝ પઢવાનો વીડિયો થયો વાયરલ... ઉપરકોટના મેનેજરે નમાઝ પઢાયા હોવાની કરી પુષ્ટી... ઉપરકોટ પર નમાઝ પઢવામાં આવતા લોકોમાં ફેલાયો રોષ...
Junagadh News : છેલ્લા કેટલાક સમયથી જાહેરમાં નમાઝ પઢીને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવતો હોય તેવા કિસ્સા બની રહ્યાં છે. ત્યારે હવે જુનાગઢના પ્રખ્યાત ઉપરકોટ પર નમાઝ પઢવામાં આવી હતી. રવિવારે સાંજે કેટલાક લોકોએ કોટના બગીચામાં નમાઝ પઢી હતી. ત્યારે આ સમયના દ્રશ્યો પણ સામે આવ્યા છે.
ગઇકાલ તા. 15 ઓક્ટોબર 2023 ના રોજ 8 લોકો અડી કડી વાવ પાસે આવેલી ખુલ્લી લોનમાં નમાજ પઢતા જોવા મળ્યા હતા. આ અંગેની વાતો છાને ખૂણે ચર્ચાતી હતી. જેમાં હવે પોલીસ પણ મેદાનમાં આવે એવા એંધાણ મળી રહ્યા છે. આ વાત અત્યંત સંવેદનશીલ હોઇ તંત્ર પણ સાવચેતીપૂર્વક વર્તી રહ્યું છે. જોકે, નમાજ પઢતા દેખાયેલા 8 લોકોની હજી સુધી ઓળખ થઇ શકી નથી. આ શખ્સોએ કોમી ઉશ્કેરણી ફેલાવવા માટે આમ કર્યું છેકે, બીજા કારણોસર એની વીગત પણ આ શખ્સોની ઓળખ થયા બાદ મળી શકશે.
આ દ્રશ્યો તમને વિચલિત કરશે, વડોદરાના પ્રખ્યાત નવલખી ગરબા ગ્રાઉન્ડ પર યુવકનો આપઘાત
પાવાગઢમાં પગપાળા સંઘમા જતા ત્રણ શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો, એકનું ઘટનાસ્થળે મોત
ઉપરકોટના મેનેજર રાજેશ તોતલાનીએ ZEE 24 કલાક સાથેની ટેલિફોનિક વાતમાં નમાઝ પઢાયાની પુષ્ટિ કરી છે. મેનેજરે જણાવ્યું કે, સોમવારે રાત્રે અમે પોલીસને જાણ કરી હતી. અમે હજી ફરિયાદ દાખલ નથી કરી. આમ, ઉપરકોટ જેવા જાહેર સ્થળ પર નમાઝ પઢવામાં આવતા વિવાદ થઈ રહ્યો છે.
બજરંગદળ નમાઝ વાળા સ્થળનું શુદ્ધિકરણ કરશે
જૂનાગઢ ઉપરકોટમાં નામઝ પઢવા મામલે બજરંગદળનાં ગુજરાત પ્રદેશ સંયોજક ભાવેશભાઈ ઠક્કરે આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, બજરંગદળ નમાઝ વાળા સ્થળનું શુદ્ધિકરણ કરશે. તો ભવનાથના ગુરુ ગોરખનાથ આશ્રમના શેરનાથ બાપુએ કહ્યું કે, આ રીતે જાહેરમાં નમાઝ પેઢવી સમાજમાં અશાંતી ફેલાવવાનો પ્રયાસ છે. સનાતન ધર્મની પ્રગતિ નહિ જોઈ શક્તા આવા વિધર્મીઓ. સનાતન હિન્દુ ધર્મ પ્રગતિના પંથે હોવાથી છાશવારે વિધર્મીઓ દ્વારા એવા છમકલાં કરવામાં આવે છે. આ રીતે વારંવાર છમકલા કરીને સનાતનીઓને ઉશ્કેરવામાં આવી રહ્યા છે. સનાતન ધર્મ શાંતિ પ્રિય છે, પરંતુ આ રીતે ઉશ્કેરી અને શાંતિને ડહોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સનાતનીની સહનશક્તિ હવે ખૂટતી જઈ રહી છે. જવાબદાર અધિકારીઓ દ્વારા યોગ્ય પગલાં લેવા માંગ છે.
ઉલ્લેખનીય છે કે, હજી ત્રણ સપ્તાહ પહેલા જ જૂનાગઢમાં આવેલો ઐતિહાસિક ઉપરકોટનો કિલ્લો રીનોવેશન બાદ મુલાકાતીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે વિધિવત રીતે ઉપરકોટ કિલ્લાનું લોકાર્પણ કરાયું હતું. સ્વતંત્રતાના ચળવળમાં આ કિલ્લાનું ઐતિહાસિક મહત્વ રહેલું છે. રિનોવેશન બાદ ઉપરકોટના કિલ્લાની સુંદરતા સોળે કળાએ ખીલી છે. આ કિલ્લામાં અદભૂત નક્શીકામ જોવા મળે છે.
અંબાલાલ પટેલની ચેતવણી : આજથી ત્રણ દિવસ કરી ભયાનક આગાહી, બેક ટુ બેક સિસ્ટમ આવશે