ખંભાતમાં હિંસા બાદ મોટી કાર્યવાહી, તોફાનીઓના ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફેરવાયું
રામનવમીના દિવસે ખંભાતમાં થયેલી હિંસાના તોફાનીઓ સામે સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તોફાનીઓના ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફરી વળ્યું છે. ખંભાતના શકરપુરમાં ગૃહ વિભાગની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. કોમી રમખાણ વાળા વિસ્તારમાં ગેરકાયદેસર લારી-કેબિનો પર બુલડોઝર ફરી વળ્યુ છે. યૂપી અને એમપીની જેમ ગુજરાતમાં પણ મોટી કાર્યવાહી કરાઈ છે. તોફાનીઓના ગેર કાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે. પોલીસના મોટા કાફલા સાથે ગેરકાયદેસર દબાણો દૂર કરાયા છે. ટ્રેક્ટરો સાથે તોફાનીઓના દબાણો પર સપાટો ફેરવાયો છે.
બુરહાન પઠાણ/આણંદ :રામનવમીના દિવસે ખંભાતમાં થયેલી હિંસાના તોફાનીઓ સામે સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તોફાનીઓના ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફરી વળ્યું છે. ખંભાતના શકરપુરમાં ગૃહ વિભાગની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. કોમી રમખાણ વાળા વિસ્તારમાં ગેરકાયદેસર લારી-કેબિનો પર બુલડોઝર ફરી વળ્યુ છે. યૂપી અને એમપીની જેમ ગુજરાતમાં પણ મોટી કાર્યવાહી કરાઈ છે. તોફાનીઓના ગેર કાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે. પોલીસના મોટા કાફલા સાથે ગેરકાયદેસર દબાણો દૂર કરાયા છે. ટ્રેક્ટરો સાથે તોફાનીઓના દબાણો પર સપાટો ફેરવાયો છે.
ખંભાતમાં થયેલી હિંસાના તાર અફઘાનિસ્તાન સુધી જોડાયેલા છે. ત્યારે આ તપાસમાં અલગ અલગ ટીમો જોડાઈ છે, કોમ્બિનગ દરમિયાન ટેક્નિકલ પુરાવા એકત્ર કરાયા છે, સાઇબર ક્રાઈમની તપાસમાં સામે આવ્યું કે આ પૂર્વઆયોજિત કાવતરું હતું. રજ્જાક હુસેન ઉર્ફે મૌલવી, જમશેદ જોરાવર પઠાણ સહીત 6 લોકો હતા, જેમણે સ્લીપર મોડ્યુલ આધારિત કાવતરું ઘડ્યું હતું, જૂથ અથડામણમાં ખંભાતની માધવલાલ શાહ હાઈસ્કૂલના શિક્ષક પર પણ શંકાની સોઈ છે. તોફાન પહેલા તેમજ તોફાન પછી કેટલાક શખ્સો સાથે ગુપ્ત મિટિંગ કરી હતી. પ્રિન્સિપાલની કેબિનમાં આક્ષેપિત શિક્ષક દ્વારા મીટિંગ કરાઈ હતી. તપાસ માટે શાળાના CCTV ફૂટેજ તેમજ DVR કબ્જે કરાયા છે.
આ પણ વાંચો : કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલને AAP ની ઓફર, કહ્યું-અમારી સાથે જોડાવો, સાથે મળીને લડીએ
બહારથી લોકોને બોલાવાયા હતા
તપાસ એજન્સીની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે. જે દિવસ શોભાયાત્રાની મંજૂરી મળી તે દિવસે આ ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આ માટે ખંભાતની બહારથી લોકો બોલાવવામાં આવ્યા હતા. આ ષડયંત્રમાં સામેલ તમામ લોકોએ પાંચ-પાંચ લોકોને બોલાવ્યા હતા. શોભાયાત્રાના આગળના દિવસે તમામ લોકો પહોંચી ગયા હતા. સાથે જ પથ્થર અને અન્ય સામાન ભેગો કરવામાં આવ્યો હતો. મસ્જિદની પાસે જ્યારે શોભાયાત્રા નિકળી ત્યારે જ પથ્થરમારો કરવાનું સૌને સમજાવવામાં આવ્યું હતું. જેના પર અમલ પણ કરવામાં આવ્યો. પહેલા પથ્થરમારો અને બાદમાં આગજની કરવામાં આવી.
કંઈ નહિ થાય તેવો ભરોસો અપાવાયો
આ ષડયંત્રમાં સામેલ લોકોને એવો પણ ભરોસો અપાવવામાં આવ્યો હતો કે, તેમને કાંઈ નહીં થાય. કાંઈ થશે તો કાયદાકીય મદદ પણ આપવામાં આવશે. પોલીસે તમામ ઘટના અને પૈસા ક્યાંથી આવ્યા તેની તપાસ કરી રહી છે. મહત્વનું છે કે, રામનવમીના દિવસે ગુજરાત સહિત દેશમાં હિંસા અને તોફાનો થયા હતા. શહેરમાં થયેલા તોફાનો મામલે પણ મોટો ખુલાસો થયો છે. સાંપ્રદાયિક સૌહાર્દને બગાડવાનો પ્રયાસ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં બેસીને સોશિયલ મીડિયાના માધ્યમથી કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : અમદાવાદના ખાડાવાડા રસ્તાથી ઘોડીનો પગ તૂટ્યો, હવે આજીવન લંગડી દોડશે
પથ્થરમારાનું કાવતરું બધાને ત્યારે જ સમજાયું જ્યારે જુલુસ મસ્જિદ પાસે નીકળ્યું
રામ નવમીના સરઘસ સમયે જ પથ્થરમારો કરીને તોફાનો ભડકાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.નોંધનીય છે કે ખંભાતના રમખાણોમાં 1 વ્યક્તિનું મોત થયું હતું જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. રવિવારે શોભાયાત્રા હતી, જ્યારે શનિવારની રાત સુધી બધા ભેગા થયા હતા. પત્થરો અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ કે જેણે મહત્તમ નુકસાન પહોંચાડ્યું હતું તે એકત્રિત કરવામાં આવ્યું હતું. પથ્થરમારાનું કાવતરું બધાને ત્યારે જ સમજાયું જ્યારે જુલુસ મસ્જિદ પાસે નીકળ્યું. રવિવારે જુલુસ મસ્જિદમાં પહોંચતા જ સુયોજિત આયોજન મુજબ પહેલા પથ્થરમારો અને પછી આગચંપી કરવામાં આવી હતી. પથ્થરમારો, આગચંપી માટે આવેલા લોકોને ખાતરી આપી હતી કે તેમને કંઈ થવા દેવામાં આવશે નહીં. કાયદાકીય મદદ પણ આપવામાં આવશે. એટ્રોસિટીનો ભોગ બનેલાઓને મદદ કરવાના નામે રૂપિયા ઉઘરાવાયા હતા. ત્યારે આ રૂપિયા ક્યાંથી લેવાયા તેની તપાસ ચાલી રહી છે.