Gujarat loksabha election :  ગુજરાતમાં કોંગ્રેસમુક્ત ભારત અભિયાનના ભાગરૂપે ગુજરાતમાં ઓપરેશન લોટસ ચલાવવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના સી જે ચાવડા બાદ સૌથી મોટું ઓપરેશન મોદી શાહની જોડીએ મોઢવાડીયાનું દિલ્હીથી પાર પાડ્યું છે. આ ઓપરેશન પૂરું થતાંની સાથે ગુજરાત કોંગ્રેસની નાવડીમાં બાકોરુ પડી ગયું છે. હવે ભાજપ એ સતત કોંગ્રેસ યુક્ત બનતું જાય છે. હવે જૂના કોંગ્રેસીઓને ટેન્શન આવી ગયું છે કે કોને ચાન્સ મળશે. આ પહેલાં હાર્દિક અને અલ્પેશ ઠાકોર પણ લીલીપેનથી સહી કરવાની લાલચમાં ભાજપમાં જોડાયા હતા. અલ્પેશ ઠાકોર માટે હાલમાં તક છે. ગાંધીનગર વિધાનસભામાં અલ્પેશ ઠાકોર લોકસભાના ઉમેદવાર અને ભાજપના કદાવર નેતા અમિત શાહને મદદરૂપ થાય તો ભવિષ્યમાં અલ્પેશને લોટરી લાગી શકે છે. અમિત ભાઈ અહેસાન રાખતા નથી. એમની સીટના પ્રભારીને રાજ્યસભાના સાંસદ બનાવ્યા છે .


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાવડા અને મોઢવાડિયા​ મંત્રી બનશે તો બાકીનાનું શું?


અલ્પેશે તો એકવાર ઠાકોર સમાજના મંત્રીનો પણ જાહેરમાં બફાટ કરતાં ભાજપે ટિકિટ કાપીને બદલો લીધો હતો. આખરે માંડ ટિકિટ મળી હતી ત્યાં હવે માંડ ભૂપેન્દ્ર પટેલ સરકારનું વિસ્તરણ થાય તો અલ્પેશ કે હાર્દિકને મંત્રીપદ મળે પણ હવે ચાવડા અને મોઢવાડિયા વિલન બની શકે છે. ભાજપે આ બંનેને મંત્રીપદની ઓફર સાથે પક્ષપલટો કરાવ્યો હોવાની ચર્ચા છે. હાલમાં ભાજપ સરકારમાં ઓલરેડી 4 મંત્રી કોંગ્રેસી મૂળના છે. ચાવડા અને મોઢવાડિયા પણ મંત્રી બને તો અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલનું સપનું રોળાય તેમાં નવાઈ નહીં. 


કોંગ્રેસે બદલો લીધો
ભાજપના ઓપરેશનને પગલે પોરબંદરના સ્થાનિક રાજકારણમાં મોટો બદલાવ આવ્યો છે અને આવતા દિવસોમાં ભાજપના કેટલાક નેતાઓ હાંસીયામાં ધકેલાઈ જશે તે વાત નક્કી છે. અગાઉ રાજ્યસભાની ટિકિટ આપવાની સાથે ભાજપ પ્રવેશ મોઢવાડિયાને આપવાની વાત હતી પરંતુ હાઈ કમાન્ડની મંજૂર નહીં હોવાથી આખરે મામલો પડતો મુકાયો પરંતુ મોઢવાડિયાને કેબિનેટ કક્ષાના મંત્રી પદની ઓફર આપતા મોઢવાડિયા ઢીલા પડ્યા હતા અને કેસરિયો ખેસ ધારણ કરી દીધો હતો. સવારે રાહુલ ગાંધીની રેલી માટે આયોજન કરી રહેલાં મોઢવાડિયા સાંજે ભાજપમાં જોડાઈ ગયા હતા. આમ જેવી ભાજપમાંથી લીલીઝંડી મળી મોઢવાડિયાએ એક પળની પણ રાહ જોઈ ન હતી. કોંગ્રેસે સામે એમના ભાઈને 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. હવે કોંગ્રેસ મોઢવાડિયાને પોરબંદરથી ટિકિટ આપી કેબિનેટમાં સામેલ કરશે એવી ચર્ચા છે. 


આ પણ વાંચોઃ ગુજરાતમાં બાળકોનું બનશે હેલ્થકાર્ડ, દેશનું એકમાત્ર રાજ્ય : સરકારનો મોટો નિર્ણય


કોંગ્રેસી કૂળના 4 મંત્રીઓ સરકારમાં
ઓપરેશન લોટસના પરિણામે આવતા દિવસોમાં રાજ્યમંત્રી મંડળમાં મોટા ફેરફાર આવશે તે વાત નક્કી છે અમરેલી જુનાગઢ અને પોરબંદર જિલ્લામાંથી મંત્રીપદની લ્હાણી થશે. અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ પણ આવા વચન સાથે જ ભાજપમાં જોડાયા હતા અને આજે તેઓ ક્યાં છે તેનાથી સૌ કોઈ વાકેફ છે. કોંગ્રેસમાંથી એક પછી એક જે રીતે મોટા ગજાના ધારાસભ્યો ભાજપમાં આવી રહ્યા છે તેને લઈને ભાજપની અંદર પહેલાંથી ઠરીઠામ થયેલા કોંગ્રેસી મૂળના નેતાઓમાં હાંડલા કુસ્તી કરે જેવો માહોલ વર્તાઈ રહ્યો છે. રાજ્ય સરકારના ૧૬ મંત્રીઓમાં પહેલાંથી જ ત્રણ કેબિનેટ, એક રાજ્યકક્ષા એમ ચોથા ભાગના મંત્રીઓ કોંગ્રેસી મૂળના છે. જે પહેલાંથી મંત્રીમંડળમાં સામેલ થવા વેઈટિંગ લિસ્ટમાં છે તેવા અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલનું શું થશે ? તે સૌથી મોટો સવાલ છે. જો કે, તેમાંય જેઓ કોંગ્રેસ છોડી ભાજપ ભેગા થયા છે તેમાં અત્યારથી જ સ્પર્ધા શરૂ થઈ ગઈ છે. હવે સરકારમાં કોણ ગોઠવાય છે એ માટે કોંગ્રેસીઓમાં જ લાંબિગ શરૂ થયું છે. હવે કોંગ્રેસીઓ જ પદ માટે અંદરો અંદર ટાંટિયાખેંચ કરે તો નવાઈ નહીં...