Gujarat Election 2022: વડોદરામાં કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ પટેલ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ, રૂપિયા વહેંચ્યાનો વીડિયો પડી શકે છે ભારે!
Gujarat Election 2022: ગુજરાતમાં હવે વિધાનસભાની ચૂંટણીનું વાતાવરણ બની ગયું છે અને આગામી બે અને પાંચ તારીખના દિવસે વિધાનસભાની ચૂંટણીનું મતદાતાઓ પોતાના મતદાન કરવાના છે, ત્યારે હવે ઉમેદવારો દ્વારા જોર શોરથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરવામાં આવી છે
Gujarat Election 2022, ચિરાગ જોશી, ડભોઈ: ડભોઇ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ પટેલ ઉપર આચારસંહિતા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભાજપ દ્વારા ચૂંટણી પંચને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જેના અનુસંધાને ચૂંટણીપંચ દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ છે.
ગુજરાતમાં હવે વિધાનસભાની ચૂંટણીનું વાતાવરણ બની ગયું છે અને આગામી બે અને પાંચ તારીખના દિવસે વિધાનસભાની ચૂંટણીનું મતદાતાઓ પોતાના મતદાન કરવાના છે, ત્યારે હવે ઉમેદવારો દ્વારા જોર શોરથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરવામાં આવી છે ત્યારે દિવસ પૂર્વે ડભોઇ વિધાનસભાના સ્થાનિક અને કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ પટેલ દ્વારા વિધાનસભામાં આવેલ ભાયલી ગામે પોતાના સમર્થકો સાથે ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. જે દરમિયાન સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ પટેલનો પૈસા વહેંચતો એક વિડીયો વાયરલ થયો હતો.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube