વડોદરા : પાદરા તાલુકાના સેજકુવા ગામના વ્હોટ્સએપ ગ્રુપમાં વડાપ્રધાન મોદી વિરોધી એક વિવાદિત પોસ્ટ આવી હતી. આ પોસ્ટ પર વિવાદિત કોમેન્ટ્સ પણ આવી હતી. જેના પગલે સેજાકુવા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આચાર્યની સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે આચાર્ય નૂરમોહમ્મદ મલેકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરામાં કમ્યુનિટી કિચન પર પ્રતિબંધ, સામાજિક સંસ્થાઓ કિટ બનાવી તંત્રને આપી શકશે

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સેજાકુવા ગામમાં આવેલી જિલ્લા પંચાયત સંચાલિક સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આચાર્ય દ્વારા સેજાકુવા ગામમાં આચાર્ય ગ્રુપમાં છેલ્લા ઘણા સમયથી વડાપ્રધઆન મોદી વિરુદ્ધ ટિપ્પણી કરીને વિવાદિત પોસ્ટ મુકીને કોમેન્ટ કરતા હતા. વારંવાર મનાઇ કરવા છતા પણ તેઓ આવું કરતા રહેતા હતા.


ગુજરાત કોરોના સાથે અનેક બાબતે સ્વનિર્ભર, વેન્ટિલેટર, પીપીઇ કીટ સહિતનાં સાધનો જાતે જ બને છે

કોરોનાની મહામારી અંગે ભ્રામક પ્રચાર કરીને મીડિયાને વાયરસ ગણાવીને વિવાદિત પોસ્ટ વારંવાર મુકતા હતા. કોરોના મહામારી અંગે ભ્રમિત કરીને મીડિયાને વાયરસ ગણાવીને વિવાદિત પોસ્ટ વારંવાર મુકતા હતા. આ બાબતે પાદરાના માજી ભાજપ પ્રમુખના ધ્યાને આવતા તેઓએ સેજાકુવાની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા નૂરમોહમ્મદ ઇબ્રાહિમ મલેક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube