Iskcon Bridge Accident: અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત અમદાવાદમાં સૌથી મોટો ગણી શકાય તેવા અકસ્માતમાંનો છે. જેમાં 9 લોકોનાં કમકમાટીભર્યાં મોત થયાં છે. અબજોપતિ નબીરાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ અપાયા બાદ સરખેજ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો, જ્યાં તેના વિરુદ્ધ એફઆઈઆર નોંધાવામાં આવી છે. પોલીસે ફક્ત બે લોકો સામે FIR નોંધી સંતોષ માન્યો છે. તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. બીજી બાજુ તથ્ય પટેલની ધરપકડ કરાઈ છે, પોલીસ FIRમાં તથ્ય પટેલની ઉંમર 20 વર્ષ જણાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ VIDEO જોઈ ગુસ્સો ફાટશે! ફૂંક મારી વાળ લહેરાવ્યા..કેમેરા સામે કીધું 'થાય તે કરી લો'


આ અકસ્માતમાં એક હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના જવાનું મોત થયું છે. રાજપથ ક્લબ તરફથી આવી રહેલી કારે લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં રોડ પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયાં હતાં. અકસ્માત એટલો ગંભીર હતો કે ફિલ્મમાં જે દૃશ્ય સર્જાય છે તેમ લોકો 25 ફૂટ 30 ફૂટ દૂર ફંગોળાયા હતા. ઇસ્કોન બ્રિજ પર અકસ્માતમાં એસજી 2 ટ્રાફિક પીઆઇ વીબી દેસાઈ ફરિયાદી બન્યા છે. ત્યારે IPC 304, 279, 337, 338, એમવી Act 177, 184 આ ઉપરાંત માનવ વધ કલમ 304 અને 279 બે જવાબદારી પૂર્વક વાહન ચલાવવા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. 


9 લોકોને જીવતા કચડી નાખનારા નબીરાઓના નવાબી શોખ! એક જોડી ચંપલ- ટી-શર્ટમાં.... VIDEO


તેમજ 184 ઓવર સ્પીડમાં કાર ચલાવવાને લઇ ગુનો દાખલ કરવામાં આવે છે. લોકોના જીવ સાથે ચેડાં કરવા અને તેમાં કોઈનું મોત નીપજતા કલમ 377, 338 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.


ઇસ્કોન બ્રિજ પર જેગુઆર કાર અકસ્માત મુદ્દે મોટો ખુલાસો: 400 કરોડની ઠગાઇનું કનેક્શન


પોલીસ FIRની કોપી: