Game zone Fire: રાજકોટના અગ્નિકાંડ પછી કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ અને કેટલાકની બદલી કરીને સરકારે જાણે સંતોષ માની લીધો છે. સરકારે એવી કોઈ નક્કર કાર્યવાહી નથી કે જેનાથી જે ભભૂકેલો આક્રોશ શાંત થાય. ફાયર, પોલીસ કે RMCના મોટા મગરમચ્છો સામે સસ્પેન્ડ કરવાની કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી, ત્યારે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટના TRP ગેમ ઝોન આગકાંડમાં ઉચ્ચ અધિકારીઓનાં નામ પણ FIRમાં જોડવા માટે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં આવશે ધૂળનું તોફાન! આ 4 જિલ્લામાં જોવા મળશે ભયાનક નજારો, તોફાન જોઈ ડરી જશો


વકીલ વિનેશ છાયાએ કોર્ટમાં અરજી કરીને કહ્યું છે કે રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, રાજકોટના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, પૂર્વ ડીસીપી સુધીરકુમાર દેસાઈ, પૂર્વ જેસીપી વિધિ ચૌધરી, મહાનગરપાલિકાના સસ્પેન્ડેડ ઓફિસર જયદીપ ચૌધરી, સસ્પેન્ડેડ ઓફિસર ગૌતમ જોશી, સસ્પેન્ડેડ ઓફિસર રોહિત વિગોરા, સસ્પેન્ડેડ નાયબ કાર્યપાલક ઇજનેર એમ.આર. સુમા, પારસ કોઠિયા, વી આર પટેલ, એન. આઈ. રાઠોડ, ઇલિયાસ ખેર, બી. જે. ઠેબા સહિતના અધિકારીઓનાં નામ FIRમાં ઉમેરવાની માગ કરવામાં આવી છે. મોટી વાત એ છે કે કોર્ટે આ અરજીને ગ્રાહ્ય રાખી છે અને 20મી જૂને આ અરજી પર સુનાવણી હાથ ધરાશે. 


રાજકોટ અગ્નિકાંડમાં 28 લોકો હોમાયા બાદ ભાજપનો મોટો નિર્ણય; 'જીતની ઉજવણી નહીં કરે'


નોંધનીય છે કે, રાજકોટ આગકાંડમાં રાજ્ય સરકારે પોલીસ વિભાગ અને મહાનગર પાલિકાના વહીવટી વિભાગ પર દંડો ઉગામ્યો પરંતુ હજુ સુધી એક પણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પર ઉની આંચ પણ આવી નથી. જી હા, રાજકોટ મહાનગર પાલિકાના ફાયર વિભાગના ઉચ્ચ અધિકારી સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. રાજ્ય સરકારે જાણે કે રીતસર ફાયર વિભાગને ક્લીન ચિટ આપી દીધી છે. પોલીસ વિભાગ ફાયર વિભાગને ખો આપી રહ્યું છે અને ફાયર વિભાગ પોલીસને ખો આપી રહ્યો છે. 


ફરી ગુજરાતમાં દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ? આ સરકારી હોસ્પિટલમાં 2022થી ચાલે છે લોલમલ


પરંતુ હકીકત એ છે કે આગ લાગે ત્યારે પહેલી જવાબદારી જે રીતે ફાયર વિભાગની હોય છે એ જ જવાબદારી પ્રમાણે વાર-તહેવારે અને નિયમિત રીતે લોકોની સલામતી માટેની જરૂરી ચકાસણી કરવાની જવાબદારી પણ ફાયર વિભાગની બને છે. પરંતુ ફાયર વિભાગને TRP ગેમ ઝોન કેમ નજરમાં આવ્યો ન હતો?. શું ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓને છેલ્લાં 4 વર્ષથી આંખોમાં મોતિયો આવી ગયો હતો? શું ફાયર વિભાગે હપ્તા લઈને TRP ગેમિંગ ઝોનને ચાલુ રાખવાની મંજૂરી આપી હતી?, ફાયર NOC વગર ચાલતો ત્રણ માળનો આ ગેમિંગઝોન કેમ ફાયરના એક પણ અધિકારીને નજરે ન પડ્યો?


રોહિત શર્માની ગેરહાજરીમાં આ શું કરી બેઠી રિતિકા? વિવાદોના વંટોળમાં ફસાઈ, કરી ગડબડ!