ઉદય રંજન/અમદાવાદ: એક તરફ હાઈકોર્ટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસને ટ્રાફિકની સમસ્યા મામલે ઉધડો લઈ રહ્યી છે ત્યારે અમદાવાદના નિકોલમાં એક ફ્લેટ માં વાહન પાર્કિંગ કરવા બાબતે ઝગડામાં હત્યા થઈ હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તિરૂપતિ મંદિર બાદ હવે ડાકોર? મંદિરના પૂજારીએ જ વીડિયો અપલોડ કરી બળતામાં ઘી હોમ્યું!


અમદાવાદ શહેર એટલે સ્માર્ટ સીટીના નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ફ્લેટમાં કાર પાર્ક કરવા જેવી સામાન્ય બાબતમાં મારામારીની ઘટના બની હતી. જે મારામારીની ઘટના દરમિયાન એક આધેડને મૂઢ માર મારવામાં આવતા ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. તેથી નિકોલ પોલીસે મારામારીની ફરિયાદમાં હત્યાની કલમ ઉમેરો કરી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. 


લો બોલો! એન્ફોર્સમેન્ટ સ્ક્વોડ મામલે ખુદ એસ્ટેટ કમિટી ચેરમેન જ અજાણ, શાસકો-તંત્ર....


આખો બનાવ પોલીસ ચોપડે શું નોંધાયો છે?
નિકોલમાં આવેલા પોલારિસ આનંદ એપાર્ટમેન્ટમાં રહેતા હિરેન કંડોરા દ્વારા આ મામલે ફરિયાદ કરવામાં આવી છે. જેમાં 22 સપ્ટેમ્બરના રોજ રાતના સમયે તેમના ફ્લેટમાં રહેતા વિકી તિવારીએ ફોન કરી પોતે યુપીનો ભાઈ છે અને તારા જેવા કેટલાય વકીલો મારા નીચે ફરે છે, તેવી વાત કરી ગાળાગાળી કરી અને ફરિયાદીની સ્કોર્પિયો ગાડી પાસે એમને બોલાવ્યા હતા. ફરિયાદી ત્યાં પહોંચતા વિકી તિવારી, પિયુષ તિવારી, મોન્ટુ શુક્લા, રાજન તિવારી અને બ્રિજેશ તિવારી સહિત અન્ય ચારથી પાંચ વ્યક્તિઓએ ઝંપાઝપી કરી હતી. જે દરમિયાન ફરિયાદીની બહેન, મામા અને માતા પિતા આવી બચાવવા વચ્ચે આવ્યા હતા. 


ગુજરાતમા OBC અનામત મુદ્દે સાંસદ ગેનીબેન ઠાકોરે PM મોદીને પત્ર લખીને કર્યો મોટો ધડાકો


જે સમયે ઝગડામાં મારામારી દરમિયાન ફરિયાદીના પિતા પ્રભાસ કંડોરા નીચે પડી ગયા અને આરોપીઓ દ્વારા તેઓને લાતો મારવામાં આવી હતી. તેથી તેઓ બેભાન થઈ જતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે ફરિયાદીના પિતાને મૃત જાહેર કર્યા હતા. આ સમગ્ર મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં મારામારીની ફરિયાદ નોંધાઈ હતી. મૃતકનું પેનલ પીએમ કરાવવામાં આવતા તેઓને શરીરમાં અંદરના ભાગે ગંભીર ઈજા ઓ થવાથી મોત થયું હોવાનું ખુલતા નિકોલ પોલીસે હત્યાની કલમ ઉમેરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.