ઝી બ્યુરો/અમદાવાદ: આજના જમાનામાં બધું જ ઓનલાઇન થઈ ગયું છે, તેમ હવે લગ્નના સંબંધોમાં પણ જીવનસાથી શોધવું ભારે પડી રહ્યું છે. અમદાવાદમાં હાલ એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં શહેરના પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં મહલાએ પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પતિએ લગ્ન બાદ હનીમુન પર સંબંધ ના બાંધતા પત્નીએ એક મોટો ઘટસ્ફોટ કર્યો છે. પતિએ અમેરિકામાં પુરુષ સાથે લગ્ન કર્યાનું ખૂલતા પત્નીના પગ નીચેથી ધરતી સરકી ગઈ હતી. પરંતુ પત્નીએ જ્યારે પોતાના પતિને આ વિશે પુછતા તેણે વિઝા માટે લગ્ન કર્યા હોવાનું ખૂલ્યું છે. બીજી બાજુ પતિની કરતૂત તો પરિણીતા સહન કરી રહી હતી, તો સાસરિયાઓ પણ પરિણીતાને દહેજ માટે ત્રાસ આપતા હોવાનો આરોપ લગાવ્યો છે. આ બધું મૂંગા મોઢે સહન કરતી પરિણીતાને જ્યારે પતિએ તરછોડી દેતા મહિલાએ પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. મહિલા પોલીસે 6 સાસરિયાઓ સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, મારા સસરા ઉપેન્દ્રનાથ અમારા સમાજના હોવાથી અમારા ઘરે ધાર્મિક પ્રસંગે આવતા જતા હોવાથી મારા માતા પિતા તેઓને ઓળખે છે. આ અવર જવર દરમ્યાન મારા સસરાએ મને જોયેલ હોવાથી તેઓએ તેમના દીકરા કિરણ (નામ બદેલલ છે) સાથે મારા લગ્નની વાત માત્ર માતા પિતાને કરી હતી. ત્યારબાદ છ મહીના સુધી હું તથા મારા માતા પિતા કિરણ તથા તેમના માતા પિતા એકબીજાના પરીવારના સભ્યો સાથે મો.ફોનમાં વીડીઓ કોલમાં વાતચીત કરતા હતા. આ વખતે મારા જેઠ અન્શુલ દુબે તથા નણંદ અલ્કા ગૌરે લગ્ન બાદ મને સારી રીતે રાખવાની તેમજ મને યુ.એસ.એ. મોકલવાની તમામ જવાબદારી સ્વીકારી હતી. ત્યારબાદ મારા તથા કિરણના લગ્ન માટે અમે એકબીજા પક્ષોને અનુકુળ લાગતા મારા અને કિરણના લગ્ન સામાજીક રીતે તા.૨૨ ૦૯ ૨૦૨૩ ના રોજ આગ્રા ખાતે રાખ્યા હતા.


હનીમુનમાં પણ પતિએ સંબંધ ન બાંધ્યા
લગ્ન બાદ હું મારા પતિ કિરણ તથા માસ જેઠ અન્શુલ ઉપેન્દ્રનાથ દુબે તથા સસરા ઉપેન્દ્રનાથ તથા સાસુ ઉર્મિલાબેન દુબે તથા નણંદ અર્જીતા દુબે સાથે સંયુક્ત પરિવારમાં ફીરોઝાબાદ ખાતે રહેવા ગઈ હતી. જ્યાંથી હું તથા મારા પતિ તથા મારી સાસરીના તમામ સભ્યો સાથે અમે શિમલા ખાતે ફરવા ગયા હતા. જયાં મારા પતિનું વર્તન મને અગ્નોર્મલ જણાયું હતું. શીમળા ખાતે અમે પાંચેક દિવસ રોકાયા હતા. જ્યાં મારા પતિએ મારી સાથે કોઇ શરીરસંબંધ બાંધ્યો નહોતો. પાંચેક દિવસ બાદ હું તથા મારા પતિ અમદાવાદ આવ્યા અને માટે પિયરમાં રોકાયા, જ્યાં મારા પતિ બે દિવસ સુધી અમારી સાથે રોકાયા બાદ મારા પતિએ મને જણાવ્યું હતું કે, મેરેજ સર્ટી. માટે જે ડોક્યુમેન્ટ જોઈએ તે તૈયાર કરાવવા માટે યુ.પી. જાઉં છું તેમ કહી ફિરોઝાબાદ જતા રહ્યા અને ત્યાંથી મને તા. ૦૫ ૧૦ ૨૦૨૩ ના રોજ ફોન કરી પોતાને યુ.એસ.એ.માં કામ છે જેથી પોતે આજે અમેરિકા જાય છે તેમ કહ્યું હતું. ત્યારબાદ મેં તેઓને મારા મેરેજ સર્ટી. બાબતે પૂછતા હોળી તહેવારે ભારત પરત આવશે ત્યારે બનાવડાવીશ, તે પ્રમાણે જણાવ્યું હતું.


સસરાએ ધક્કો મારતા સીડી પરથી નીચે પડી
30 ૧૦ ૨૦૨૩ ના રોજ દિવાળી તેમજ કડવા ચોથનો તહેવાર આવતો હોવાથી હું યૂપી ખાતે સાસરીમાં રહેવા ગઈ હતી. જ્યાં એક મહીના સુધી હું મારી સાસુ ઉર્મિલાબેન તથા સસરા તથા નણંદ અર્જીતા સાથે રોકાઈ હતી. મારી સાસરીમાં ગયાના પહેલા જ દિવસે મારા સાસુ સસરા તથા નણદે મને તમારા પિતાએ લગ્નમાં અમારા હેસીયત મુજબનું દહેજ આપ્યુ નથી. તેમ કહીને હેરાન કરવાનું શરૂ કર્યું હતું., ત્યારબાદ મારા સાસુ તથા નણંદ તેને ધરકામ કરતા આવડતું નથી અને તારા પિયરવાળાએ તેને કંઈ શીખવાડડ્યુ નથી તેમ કહી મને ઘરની નાની નાની વાતોમાં મેણાં ટોણા મારી હેરાન પરેશાન કરવા લાગ્યા હતા. તેમજ મારા સસરાએ મને વધુ પાંચ લાખ રુપિયા લેવા મારા પિતાજીને વાત કરી કે નહીં તેમ કહેતા મેં તેઓને મારા પિતાજીને વાત કરી નથી તેમ કહેતા મારા સસરા ઉશ્કેરાઈ ગયા હતા અને મને ગંદી બિભત્સ ગાળો ભાંડી હતી.  એટલું જ નહીં મને ધક્કો મારી દેતા હું ઉપરના ભાવની સીડી પરથી નીચે પડતા શરીરે ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ મારા સસરા રુબરુમાં તથા મારા પતિએ ફોન પર મને તારા વિઝા માટે ડોક્યુમેન્ટ કરાવી આવ અને તારા ઘરે જતી રહે એમ કહેતા હું ડિસેમ્બર માસમાં પહેરેલ કપડે હું મારા પિયરમાં આવી ગઈ હતી.


પતિએ પુરુષ સાથે લગ્ન કર્યા હોવાની થઈ જાણ
ત્યારબાદ હું મારા પતિ સાથે ફોન પર વિડીયો કોલમાં વાત કરતી ત્યારે મારા પતિ વિડીયો કોલમાં પોતાના ભાઈ અન્શુલ દુખે તથા નણંદ તથા પોતાના માતા-પિતા તથા બહેનને એડ કરી મારી સાથે વાત કરતા ત્યારે મારા જેઠ-અન્શુલ દુર્વે તથા નણંદે મારા વિરુદ્ધ ખોટી ચઢામણી કરી હતી. તે વખતે મારા પતિની અમુક વાતો મને અજુગતી લાગતી હતી. મારા પિયર માં આવ્યા બાદ મારા ભાઇ હેમંતે અમેરિકાની વેબસાઇટ ancestry.com પર મારા પતિની પ્રોફાઇલ ચેક કરતા મારા પતિએ અમેરિકામાં 13-07-2013ના રોજ કોઈ યુએસએ રહેતા Vincent James Chiumento નામના પુરુષ સાથે લગ્ન કર્યા હોવાનું અમને જાણવા મળ્યું હતું. મારા ભાઈએ આ અંગેના ફોટોસ Vincent James Chrumento ના ફેસબુકમાંથી ડાઉનલોડ કર્યા તેમજ પુરુષ સાથેનું મેરેજ સર્ટી ancestr y.com માંથી ડાઉનલોડ કર્યું હતું. ત્યારબાદ મેં કિરણને ફોન કરી આ બાબરે પુછતા કિરણે સિટીઝનશીપ લેવા માટે આ લગ્ન કર્યા હોવાનું કહ્યું હતું.  ત્યારબાદ મેં આ બાબતે મારા પતિને છુટાછેડા લીધા કે નહીં,  હાલ તમે તે પુરુષ સાથે રહો છો  તેમ પુછતા તેઓ મારા ઉપર ગુસ્સે ભરાયા હતા અને ફોનમાં મને ગાળો બોલીને ફોન કટ કરી દીધો હતો. ત્યારબાદ મારા પતિએ વિશે હકીકત સાંભળીને હું ડીપેશનમાં આવી જઈ આત્માહત્યા કરવા માટે પ્રયાસ કર્યો.


અમેરિકા મોકલવાનો ઈન્કાર કરી તરછોડી
આ બાબતની જાણ કરવા માટે પિતા અને પરિચિત સાથે સાસરીમાં ગઈ હતી. જોકે સસરાએ પણ દિકરાએ વિઝા માટે પુરુષ સાથે લગ્ન કર્યા હોવાની વાત કરી હતી. જે પછી તમારી દિકરીને અમેરિકા મોકલવાની વાત કરતા સસરાએ ઈન્કાર કર્યો હતો. જે પછી કિરણ પોતાની પત્ની સાથે વાત કરવાનું ઓછુ કરી નાખ્યું હતુ અને સાસરિયાઓએ તેનુ સ્ત્રીધન પણ પરત ન આપી સમાધાન પણ ન કરતા અંતે મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં પતિ સહિતનાં સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાઈ છે.