ઝી બ્યુરો/તાપી: જિલ્લાના સોનગઢ શહેરની એક યુવતીને વિધર્મી યુવક દ્વારા લગ્ન કરવાનું દબાણ કરી ફોટા વાયરલ કરવાની અને એસિડ એટેક કરવાની ધમકી આપતા સોનગઢ પોલીસે ગુનો દાખલ કરી આરોપીની અટક કરી કાર્યવાહી હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ સાથે બેસીને ભાજપ માટે થપથપાવી રહ્યાં છે પાટલીઓ, આ નેતાઓની હાલત કફોડી


તાપી જિલ્લા ના સોનગઢ શહેર ના એક વિસ્તાર માં રહેતી હિન્દૂ યુવતી સાથે કોલેજ કાળ દરમ્યાન વિધર્મી યુવકે મિત્રતા કેળવી તેના ફોટા પાડ્યા હતા. જે ફોટા વાયરલ કરવાની ધમકી આપી યુવતીને લગ્ન કરવાનું દબાણ કરતા આરોપી સાદીકખાન પઠાણ વિરુદ્ધ યુવતી એ ફરિયાદ આપતા સોનગઢ પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં યુવતીની છેડતી કરી લગ્ન નહીં કરે તો એસિડ એટેક કરવાની પણ ધમકી આરોપી દ્વારા આપવામાં આવી હતી. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા કાર્યવાહી કરાઈ છે. 


નસીબની બલિહારી! સરકાર સામે પડેલી ત્રિપુટી હવે વિધાનસભા ગૃહમાં, પાક્કા નેતા બની ગયા


ગત રોજે યુવતી અને તેની બહેન સોનગઢ નગરમાં શિવાજી ચોક પાસે એક દુકાને આવી હતી ત્યારે ફરી સાદિકખાન શાબાશખાન પઠાણ ત્યાં આવ્યો હતો અને યુવતીને કહ્યું કે તું મારી સાથે નિકાહ કરી લે મારો આખો સમાજ મારી સાથે છે તારે ડરવાની જરૂર નથી. જો તું એમ ન કરે તો તારા પરિવારને બદનામ કરી નાખીશ અને તારા લગ્ન ક્યારેય ન થવા દઈશ. એ સાથે જ આરોપીએ વધુ ધમકી આપતા કહ્યું કે જો તું મારી સાથે નિકાહ અંગે ના પાડશે તો તારા મોઢા પર હું એસિડ ફેંકી દઈશ અને જાનથી મારી નાખીશ એવી પણ ધમકી આપી હતી.


અમરેલી જિલ્લામાં સતત ભૂકંપના આંચકાથી ફફડાટ, છેલ્લા 24 કલાકમાં 6 વાર ધરા ધ્રૂજી 


જો કે પછી સ્થળ પર લોકો ભેગા થઈ જતાં સાદિક ત્યાંથી નાસી ગયો હતો. આમ યુવતીએ મિત્રતા રાખવા સતત ઇન્કાર કર્યો હોવા છતાં સાદિક તેનો પીછો કરી હેરાન કરતો હતો જેથી યુવતીએ સોનગઢ પોલીસ મથકે આરોપી સાદિક પઠાણ સામે આઈપીસીની જુદી જુદી ધારા હેઠળ ફરિયાદ લખાવતાં પોલીસે ગુનો દાખલ કરી આરોપીની અટક કરી હતી.