રાજકોટ : શહેરના પોલીસ કમિશનર, ક્રાઈમબાંચ પી.આઈ, પી.એસ.આઈ પર 75 લાખ કમીશન લેવાનો અને તોડ કરવાનો આરોપ બાદ કોગ્રેસના યુવાનેતા હાર્દિક પટેલની કાયદાકીય પગલાં લેવા માંગ કરી છે. હાર્દિક પટેલે આરોપ લગાવ્યો કે, ગૃહમંત્રી જો રાજકોટમાં પોલીસ વિરુદ્ધ લોકદરબાર કરે તો ફરીયાદોનો રાફડો ફાટે તેવી સ્થિતિ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સતાધારી પક્ષના ધારાસભ્યને સરકારના ગૃહવિભાગને ફરીયાદ નોંધવા ભલામણ કરવી પડતી હોય તો સામાન્ય લોકોની સ્થિતિ શું ફરીયાદીને માત્ર અરજીઓથી સંતોષ માણવો પડે છે. રાજકોટની જનતાની  હવે પોલીસ ફરીયાદો કરવાનુ જ ટાળે છે. પોલીસ સ્ટેશનોમાં માત્ર પૈસા અને પ્રસિદ્ધી મળતી હોય તેવી જ ફરીયાદ નોંધવામા આવે છે. 


હવાલા કબાલાઓ, વ્યાજખોરોનો આંતક, બુટલેગરો, ચીટરો,ગુનેગારો, બેફામ ભુમાફીયાઓ ડામવાનુ કામ પોલીસનુ મુખ્ય કામ હોય છે. ભાજપના નેતાઓના કહેવાથી અને પોલીસ પૈસા માટે આવા તમામ ગુનેગારોને છાવરે છે. પોલીસ કમિશનરે મનોજ અગ્રવાલે રાજકોટમાં ચાર્જ લીધા બાદ ભાજપના કાર્યકર તરીકે જ કામ કર્યુ છે.


સતાનો દુરુપયોગ કરી એની ટોળકીએ રાજકોટની જનતાને લુંટાવનુ કામ કર્યુ છે. વિરોધપક્ષના આગેવાનો સામે ખોટી ફરીયાદો કરી ફસાવવા ,દબાવવાનુ કામ તેમજ ભાજપના ઇશારે અને પોલીસની મીઠી નજર હેઠળ જ મહાનગરપાલિકાની ચુંટણીમાં મતદાનબુથો પર ઈવીએમ તોડી ભય પેદા કર્યો છે.