ગાંધીનગર : ગુજરાતમાં સોમવારથી તમામ શાળા કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવશે.છેલ્લા બે વર્ષથી મોટેભાગે બંધ શાળાઓ શરૂ કરવા માટે રાજ્ય સરકારેમહત્વનો નિર્ણય લીધો છે. શિક્ષણના તથા વિદ્યાર્થીઓના હિતને ધ્યાને રાખીને અધિકારીક રીતે તમામ પ્રકારની શાળા કોલેજોને ઓફલાઇન શિક્ષણ આપવા માટેની છુટ આપી દેવામા આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

21 ફેબ્રુઆરીથી રાજ્યમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થશે. શાળા-કોલેજોમાં ઓનલાઇન શિક્ષણનો વિકલ્પ બંધ કરી દેવામા આવ્યો છે. તેવામાં હવે તમામ પ્રકારનું ઓનલાઇન શિક્ષણ કાર્ય બંધ થઇ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી શાળાઓ, કોલેજો અને અન્ય વિદ્યાર્થીઓ ઓફલાઇન શિક્ષણ માટે તત્પર હોય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube