ઝી બ્યુરો/ગાંધીનગર: ગાંધીનગરઃ PM નરેન્દ્ર મોદી 12 મી મે 2023 ના રોજ ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ) ના લાભાર્થીઓ માટે રૂ.1946 કરોડના ખર્ચે આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહપ્રવેશ કરાવશે. મહાત્મા મંદિર ખાતે બપોરે 12.00 વાગે યોજાનાર આ ‘અમૃત આવાસોત્સવ’ કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિ અને ગ્રામીણ આવાસ મંત્રી રાઘવજી પટેલ સહિત અન્ય મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અ'વાદમાં ફટાકડા બજારમાં મોટી દુર્ઘટના; ધુમાડાના ગોટેગોટા, અફરા તફરીનો માહોલ સર્જાયો


વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 મેના રોજ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે રૂ.2452 કરોડના વિવિધ વિભાગોના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. જેમાં શહેરી વિકાસ વિભાગના રૂ.1654 કરોડ, વોટર સપ્લાય વિભાગના રૂ.734 કરોડ, માર્ગ અને વાહનવ્યવહાર વિભાગના રૂ.39 કરોડ તેમજ ખાણ અને ખનિજ વિભાગના રૂ.25 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે. જેમના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાતની વિકાસયાત્રા સતત આગળ વધી રહી છે તેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહુર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.  


આખરે કોર્ટે દાખલો બેસાડ્યો! 2019માં બનેલી કાળજું કંપાવનારી ઘટનામાં પિતાને મોટી સજા


શહેરી વિકાસ વિભાગના રૂ.1654 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત
શહેરી વિકાસ વિભાગ દ્વારા મહેસાણાના કસ્બામાં 18.46 MLD ક્ષમતાના અને નાગલપુરમાં 23.18 MLD ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (STP) તેમજ અમદાવાદમાં બાપુનગર સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ ખાતે 30 MLD ક્ષમતાના STP તેમજ રાઇઝિંગ મેઇનનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત, દહેગામ ખાતે ઓડિટોરિયમનું લોકાર્પણ તેમજ અમદાવાદમાં એસપી રિંગ રોડ અને મુમદપુરા ક્રોસિંગ પાસે ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. 


બોક્સ ઓફિસમાં ધૂમ મચાવનાર 'The Kerala Story' ની 4 અભિનેત્રીઓ, જાણો કોણ છે હોટબલાઓ?


પીએમ મોદીનો ગુજરાત મુલાકાતનો કાર્યક્રમ


  • પ્રધાનમંત્રી 12મેના રોજ સવારે 10 વાગે અમદાવાદ એરપોર્ટ આવશે.

  • 11 વાગે પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં ગિફ્ટ સિટી ખાતે હાજરી આપશે.

  • 12 વાગે મહાત્મા મંદિરમાં અમૃત અવાસોત્સવમાં હાજરી આપશે.

  • પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ.1946 કરોડના 42 હજારથી વધુ આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહ પ્રવેશના કાર્યક્રમમાં હાજરી

  • શહેરી વિસ્તારમાં 7113 આવાસોનું અને ગ્રામીણ વિસ્તારમાં 12,000 આવાસોનું લોકાર્પણ કરશે પ્રધાનમંત્રી.

  • મહાત્મા મંદિરથી પ્રધાનમંત્રી રાજભવન જશે.

  • રાજભવનમાં 1.30 થી 2.30  સુધી રોકાણ કરશે પ્રધાનમંત્રી મોદી.

  • પ્રધાનમંત્રી રાજભવનમાં CM, સંગઠનના પદાધિકારીઓ તથા સરકારના મુખ્ય સચિવ સહિત અધિકારો સાથે કરશે બેઠક.

  • પ્રધાનમંત્રી મોદી બપોરે 3 વાગે ગિફ્ટ સિટી જશે.

  • ગિફ્ટ સીટીમાં વિવિધ કંપનીના CEO તથા વિવિધ યુનિવર્સિટીના કુલપતિઓ સાથે કરશે બેઠક.

  • PM 5 વાગે ગિફ્ટ સિટીથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે.

  • અમદાવાદ એરપોર્ટથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હી જવા રવાના થશે.

  • પ્રધાનમંત્રી મોદી 12મેના રોજ ગાંધીનગરમાં યોજાનાર 3 કાર્યક્રમમાં હાજરી આપશે.


શરમ કરો શરમ... દેવભૂમિ દ્વારકામાં વૃદ્ધે ગાય સાથે ખરાબ કૃત્ય કરીને શરીરની હવસ સંતોષી


આ સાથે જ શહેરી વિકાસ વિભાગ હેઠળ અમદાવાદમાં ગોતા ખાતે તેમજ અમરાઇવાડી ખાતે નવા વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન, ગેલેક્સી સિનેમા જંક્શન, દેવી સિનેમા જંક્શન અને નરોડા પાટિયા જંક્શનને જોડતો ફોર લેન ફ્લાયઓવર બ્રિજ, વાડજ તેમજ સતાધાર જંક્શન ખાતે ફોર લેન ફ્લાયઓવર બ્રિજ, AMCના વિવિધ TP રોડ્સનું રિગાર્ડેશન અને રિસર્ફેસિંગ તેમજ અન્ય વિકાસકાર્યોનું ખાતમુહુર્ત કરવામાં આવશે. 


PM મોદી રાજસ્થાનમાં, અહીં 26માંથી 19 બેઠકો ભાજપના કબજામાં, આ છે રાજકીય ગણિત


પાણી પુરવઠા વિભાગના 734 કરોડના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત
પાણી પુરવઠા વિભાગ હેઠળ SIPU ઓગમેન્ટેશન પ્રાદેશિક પાણી પુરવઠા યોજના પેકેજ- 1, 2 અને 3નું લોકાર્પણ કરવામાં આવશે. આ સાથે જ ચેસણ બ્યુલ પાઇપલાઇન તેમજ લાભોર અને જલુન્દ્રા જૂથ પ્રાદેશિક પાણી પુરવઠા યોજનાનું ખાતમુહુર્ત પણ કરવામાં આવશે. 


માત્ર એક બુલેટ બાબતે લોહિયાળ જંગ, સુરતમાં 19 વર્ષીય યુવકને છરીના ઘા ઝીંકી પતાવી દીધો


આ ઉપરાંત, માર્ગ અને મકાન વિભાગ હેઠળ પાલડી નવાપુરા સરોડા ધોળકા રોડ પર રૂ.39 કરોડના ખર્ચે તૈયાર થયેલા રિવર ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે, જ્યારે ખાણ અને ખનિજ વિભાગ હેઠળ રૂ.25 કરોડના ખર્ચે નરોડા GIDC ખાતે ડ્રેનેજ કલેક્શન નેટવર્કનું લોકાર્પણ કરવામાં આવશે.