અતુલ તિવારી/ અમદાવાદ: નવરાત્રિમાં ગરબા આયોજન મુદ્દે સોશિયલ મીડિયામાં કલાકારો દ્વારા ડોકટરો સામે કરાયેલી અભદ્ર ટિપ્પણી મામલે કલાકારો અને ડોકટરો વચ્ચે સમાધાન થયું. વિવાદાસ્પદ પોસ્ટર બનાવનાર અને સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરનાર કલાકારો ડૉક્ટરોથી માફી માગશે. બપોરે 3 વાગે AMA ખાતે પ્રેસ કોંફરન્સનું આયોજન કરાયું છે, જ્યાં કલાકારો એમની ભુલ સ્વીકારશે અને પાંચેય ડોકટરોની હાજરીમાં કલાકરો માફી માગશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- પેટા ચૂંટણી: વિધાનસભાની 8 બેઠક પર કોંગ્રેસ ઉમેદવારના નામની આજે થઈ શકે છે જાહેરાત


નવરાત્રિમાં ગરબાના આયોજનને પરવાનગી ન મળવાના મામલે કેટલાંક કલાકારોએ સોશિયલ મીડિયા પર પાંચ ડોક્ટરોનો વિરોધ શરૂ કર્યો હતો. ડોક્ટરોના ઘર અને ક્લિનિક બહાર કલાકારોએ નાટક ભજવવાની ચીમકી આપી હતી. 5 ડોક્ટરોના નામ સોશિયલ મીડિયામાં લખી વિવાદાસ્પદ પોસ્ટ કલાકરોએ વાયરલ કરી હતી. ડો. મોના દેસાઈ, ડો. મુકેશ મહેશ્વરી, ડો. વસંત પટેલ, ડો. મીતાલી વસાવડા, ડો.પ્રભાકરના નામ સાથે પોસ્ટર બનાવી વિરોધ કર્યો હતો.


આ પણ વાંચો:- ગુજરાત યુનિ. આ તારીખથી ફરી યોજી રહી છે પરીક્ષાઓ, બાકી વિદ્યાર્થીઓ માટે વધુ એક તક


ગુજરાતમાં વધતાં કોરોનાના સંક્રમણ કાબુમાં રાખવા પાંચેય ડોક્ટરોએ મીડિયાના માધ્યમથી ચાલુ વર્ષે ગરબાની પરવાનગી ન મળે તે માટે સરકારને અપીલ કરી હતી. આખરે સરકારે નવરાત્રીમાં ગરબાની પરવાનગી ના આપતા કલાકરોએ સોશિયલ મીડિયા મારફતે વિરોધ શરૂ કર્યો હતો. કલાકારોના વિરોધને જોતા આખરે ડોકટરોને તેમના ઘરે અને ક્લિનિક પર પોલીસ સુરક્ષા અપાઇ હતી. જો કે, આખરે સોશિયલ મીડિયામાં ડોકટરો સામે કરાયેલી અભદ્ર ટિપ્પણી મામલે કલાકારો અને ડોકટરો વચ્ચે સમાધાન થયું છે.


આ પણ વાંચો:- ગુજરાતમાંથી કોરોના ગયો? પાવાગઢ અને ડાકોરમાં સેંકડો લોકોનાં ટોળા ઉમટી પડ્યાં, તમામ નિયમોના ધજાગરા


વિવાદાસ્પદ પોસ્ટર બનાવનાર અને સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરનાર કલાકારો ડૉક્ટરોથી માફી માગશે. આજ બપોરે 3 વાગે AMA ખાતે પ્રેસ કોંફરન્સનું આયોજન કરાયું છે, જ્યાં કલાકારો એમની ભુલ સ્વીકારશે. પાંચેય ડોકટરો કે જેમણે સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી હતી તેઓની હાજરીમાં કલાકરો માફી માગશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube