અમદાવાદ : કોરોનામાં લોકડાઉનથી અનેક રોજગાર ધંધાને મોટી અસર પડી રહી છે. ખાસકરીને નાના રોજગાર ધંધાદારી લોકો મોટુ નુકસાન અને આર્થિક સંકડામણ ભોગવી રહ્યા છે. જેથી હવે ગુનાહિત પ્રવૃતિઓ તરફ વળી રહ્યા છે. શહેરનાં નિકોલ વિસ્તારમાં એક ખુબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક વર્ષની બાળકી સાથે રહેતા પતિ-પત્નીએ લોકડાઉનના કારણે આર્થિક સંકડામણ થતા સાઉથની ફિલ્મો જોઇને નિકોલ રોડ પર આવેલી એક જ્વેલરીનો શોરૂમ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે દુકાનદાર અને તેના કારીગરે હિંમત કરીને સામનો કરતા આરોપી યોગીતા ગોહિલ અને ભરત ગોહિલ ઝડપાઇ ગયા હતા. પોલીસને જાણ કરતા ક્રૃષ્ણનગર પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી છે. પતિ-પત્નીએ આર્થિક સંકડામણ થતા સાઉથની ફિલ્મોની જેમ લૂંટ કરવાનો પ્લાન કર્યો હતો. જ્વેલર્સમાં બપોરે અવરજવર ઓછી હોવાથી હથિયારો સાથે ઘુસીને લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. 


આરોપી યુવક દરજીકામ કરોત હતો અને લોકડાઉનમાં કામ ઓછુ ચાલતું હોવાથી અને પત્ની બિમાર હતી. જેનો સારવારનો ખર્ચ પણ પુરો થતો નહી હોવાથી લૂંટ કરવાનો પ્લાન કર્યો હતો. બંન્ને પત્નીની ધરપકડ કરવામાં આવી છે. હાલ તો તેઓ હથિયાર ક્યાંથી લાવ્યા તે અંગે તપાસ ચાલી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube