અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનું સમાપન, 26 લાભ ભક્તોએ કર્યા માં અંબાના દર્શન
ભાદરવી પૂનમના મેળા દરમિયાન માતાજીને 8 હજાર કરતા વધુ ધજા ચઢાવવામાં આવી હતી.
અંબાજીઃ યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમના મેળાનું આજે સમાપન થયું છે. 26 લાખ જેટલા ભક્તોએ માં અંબાના દર્શનનો લાભ લીધો હતો. તો મંદિર પ્રશાસન દ્વારા 25 લાખથી વધુ પ્રસાદીના પેકેટનું વિતરણ કરાયું હતું. સાડા ત્રણ લાખ કરતા વધુ લોકોએ નિઃશુલ્ક ભોજનનો લાભ લીધો હતો. માતાજીને 8 હજાર જેટલી ધજા ચઢાવવામાં આવી હતી. તો મંદિરને 1 કરોડ 92 લાખ જેટલી આવક થઈ છે. દાનમાં 1.60 કિલો સોનું પણ આવ્યું છે.
અંબાજીમાં 7 દિવસ ચાલનારા ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ હતો. દૂર દૂરથી મોટી સંખ્યામાં ભક્તો મા અંબાના ધામમાં ઉમટ્યા હતા. મોટી સંખ્યામાં પગપાળા આવતા સંધના લોકો આજે અંબાજી સુધી પહોચી ગયાં હતા. માં અંબાના મંદિરમાં મોટી સંખ્યામાં લોકોનો જમાવડો દેખાયો હતો. છઠ્ઠા દિવસે 2 લાખ 42 હજાર 925 ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.
ચાચર ચોકમાં ભક્તોનો ઘોડાપૂર
મોટી સંખ્યામાં મા અંબેના ચાચર ચોકમાં ભક્તો ઉમટી પડ્યા છે. સુરક્ષાના હેતુથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મંદિર દ્વારા શરૂકરવામાં આવેલી નિ:સુલ્ક સેવાનો છઠ્ઠા દિવસે 38 હજાર 350 લોકોએ લભા લીધો હતો. અત્યાર સુઘી 3 લાખ 8 હજાર 514 ભક્તોએ લાભ લીધો છે. છઠ્ઠા દિવસની ભંડાર અને ગાદીની આવક રૂપિયા 23 લાખ 41 હજાર 524 થઈ છે. સાત દિવસની કુલ આવક રૂપિયા 1 કરોડ 59 લાખ 9 હજાર 647 થઈ છે. સોનાની પણ ભેટ ચઢાવવામાં આવી છે. મા અંબેના ધામમાં 6 હજાર 373 ધજા ચડાવવામાં આવી છે.